મેથ્યૂસને ટાઇમ આઉટના કારણે આઉટ આપવો કેટલું યોગ્ય? ફોર્થ અમ્પાયરે જણાવ્યું, શ્

મેથ્યૂસને ટાઇમ આઉટના કારણે આઉટ આપવો કેટલું યોગ્ય? ફોર્થ અમ્પાયરે જણાવ્યું, શ્રીલંકન ખેલાડીએ પણ આપ્યો જવાબ

11/07/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

મેથ્યૂસને ટાઇમ આઉટના કારણે આઉટ આપવો કેટલું યોગ્ય? ફોર્થ અમ્પાયરે જણાવ્યું, શ્

બાંગ્લાદેશ વર્સિસ શ્રીલંકા વર્લ્ડ કપ 2023ની 38મી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઇ હતી. આ મેચમાં બાંગ્લાદેશે 3 વિકેટથી મેચ જીતી લીધી હતી પરંતુ એન્જેલો મેથ્યૂસની વિકેટ પર ખૂબ હોબાળો મચી ગયો. ટાઇમ આઉટના કારણે અમ્પાયરો દ્વારા તેને કોઇ પણ બૉલ રમ્યા વિના પોવેલિયન મોકલી દેવામાં આવ્યો. હવે આ મુદ્દા પર ફોર્થ અમ્પાયર એડ્રિયન હૉલ્ડસ્ટૉકનું નિવેદન સામે આવ્યું છે. તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે નિયમો મુજબ, એન્જેલો મેથ્યૂસને આઉટ આપવામાં આવ્યો છે કેમ કે તે નક્કી સમયની અંદર બૉલ રમવા માટે તૈયાર નહોતો અને જ્યારે તેના હેલ્મેટનું સ્ટ્રેપ તૂટ્યું તો તે એ અગાઉ જ 2 મિનિટ બર્બાદ કરી ચૂક્યો હતો.


ICCએ શેર કર્યો વીડિયો:

ઉલ્લેખનીય છે કે, ઇન્ટરનેશનલ ક્રિકેટમાં આ ‘ટાઇમ આઉટ’ની પહેલી ઘટના છે. ICCએ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોર્થ અમ્પાયરના આ નિવેદનનો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં તેઓ કહે છે કે, ICC વર્લ્ડ કપ પ્લેઇંગ કન્ડિશનમાં મેન્શન કરવામાં આવ્યું છે કે જ્યારે ટાઇમ આઉટનો સમય આવે છે તો વિકેટ પડવા કે બેટ્સમેનના રિટાયર થયા બાદ નવા બેટ્સમેન કે પછી મેદાન પર ઉપસ્થિત બેટ્સમેને આગામી 2 મિનિટની અંદર બૉલ રમવા માટે પોઝિશન લેવાની હોય છે.

View this post on Instagram

A post shared by ICC (@icc)


ફોર્થ અમ્પાયરે શું કહ્યું?

ફોર્થ અમ્પાયરે શું કહ્યું?

તેમણે આગળ જણાવ્યું કે, પ્રોટોકોલ મુજબ ટી.વી. અમ્પાયર વિકેટ પડ્યા બાદ આ બે મિનિટની ગણતરી કરે છે. ત્યારબાદ તે અમ્પાયરને મેસેજ આપે છે. આજે જે ઘટના ઘટી તેમાં બેટ્સમેન 2 મિનિટની અંદર બૉલ રમવાની પોઝિશનમાં આવી રહ્યો નહોતો. આ પહેલા તેના હેલ્મેટના સ્ટ્રેપમાં પરેશાની થઇ હતી. ફોર્થ અમ્પાયરે તેની સાથે જ એ પણ જણાવ્યું કે, હેલ્મેટનું સ્ટ્રેપ તૂટવા અગાઉ જ મેથ્યૂસ પોતાની બે મિનિટ પૂરી કરી ચૂક્યો હતો. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ટાઇમ આઉટની અપીલ કોણ કરી શકે છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, પ્લેઇંગ કેન્ડિસનના નિયમો મુજબ ફિલ્ડિંગ કેપ્ટન મેદાન પર ઉપસ્થિત અમ્પાયર સાથે ટાઇમ આઉટની અપીલ કરી શકે છે. આ ઘટનામાં પણ એવું જ થયું. સ્ટ્રેપ તૂટ્યા બાદ ફિલ્ડિંગ કેપ્ટને ટાઇમ આઉટની અપીલ કરી.


ટાઈમ આઉટની અપીલ:

ટાઇમ આઉટમાં શું ઇક્વિપમેન્ટની કોઇ વાત નથી? તેના પર ફોર્થ અમ્પાયરે કહ્યું કે નહીં, બેટ્સમેન હોવાના સંબંધે તમારે મેદાન પર આવવા અગાઉ પોતાના બધા ઇક્વિપમેન્ટની તપાસ કરવી જોઇએ કે તે યોગ્ય છે કે નહીં. કેમ કે તમારે આગામી 2 મિનિટની અંદર બૉલનો સામનો કરવાનો હોય છે. આ બે મિનિટમાં તમારે તૈયાર થવાનું કે ગાર્ડ લેવાનું હોતું નથી. તમારે ત્યાં 15 સેકન્ડમાં પહોંચવું જોઇએ, જેથી તમે બૉલ રમવા અગાઉ ચેક કરી શકો કે બધી વસ્તુ યોગ્ય છે કે નહીં.


મેથ્યૂસે ICCની પોસ્ટનો આપ્યો જવાબ:

મેથ્યૂસે ICCની પોસ્ટનો આપ્યો જવાબ:

મેથ્યૂસે ICCની એક્સ પોસ્ટના જવાબમાં લખ્યું કે, ‘અહી ફોર્થ અમ્પાયર ખોટા છે! વીડિયોના પુરાવાથી ખબર પડે છે કે હેલ્મેટ ખરાબ થવા અગાઉ પણ મારી પાસે 5 સેકન્ડ હજુ હતી! શું ફોર્થ અમ્પાયર શું તેને સુધારી શકે છે? મારો અર્થ છે કે ખેલાડીની સુરક્ષા સર્વોપરી છે કેમ કે હું હેલમેટ વિના બોલરનો સામનો કરી શકતો નહોતો.’ ત્યારબાદ તેણે બે તસવીર શેર કરી, જેમાં એક એવી છે કે ખેલાડી કેચ પકડી રહ્યો છે અને તેની 2 મિનિટની અંદર તે પીચ પર હતો, પરંતુ બૉલ રમવા અગાઉં તેણે પોતાના હેલ્મેટની સ્ટ્રેપ ખેચી તો તૂટી ગઈ.


મેચની શું રહી સ્થિતિ:

મેચની વાત કરીએ તો બાંગ્લાદેશે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતાં શ્રીલંકન ટીમે 49.3 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 279 રન બનાવ્યા હતા. તો 280 રનનો પીછો કરવા ઉતરેલી બાંગ્લાદેશી ટીમે આ લક્ષ્ય 41.1 ઓવરમાં 3 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top