વેરાવળના ભીડીયામાં રહેણાંક મકાનમાંથી 9 પત્તાપ્રેમી ઝડપાયા
રેન્જ સાઈબર ક્રાઇમ સેલના પી.એસ.આઇ પી.જે.રામાણી સહિતનો સ્ટાફ કોરોનાવાયરસને લઈને ગીર સોમનાથ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે, વેરાવળના ભીડીયા વિસ્તારમાં ભીડભજન મંદિર પાસે રહેતો હિતેશ સોમા બારૈયા પોતાના અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવી જુગારધામ ચલાવી રહયો છે. આથી પોલીસે આ સ્થળ પર દરોડા પાડી જુગાર રમતા વીરેન્દ્ર ઉર્ફે વિકી યશવંતરાય દવે, મોહન દામજી ફોફડી, પીન્ટુ ત્રિકમ સોલંકી, અશોક નાથા બામણીયા, ઈશ્વર ઉર્ફે સુનિલ પ્રેમજી મસાણી, કેતન નરશી દરી, દેવાંગ ઉર્ફે જીગલો મહેન્દ્ર ગુંચલા, હરિ ઉર્ફે હીરો મોહન વાંદરવાળા અને વિનય નરશી દરીને ઝડપી લીધા હતા અને સ્થળ પરથી રોકડ રૂપિયા 51,000 તથા મોબાઈલ ફોન સહિત કુલ 87,000નો મુદ્દામાલ કબજે કરીને નવેય જુગારીઓ વિરુદ્ધ વેરાવળ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp