આ તો મારી પત્ની પણ મને નથી બોલી, ગંભીર RCB સામે રમવા અગાઉ આ શું કહી દીધું?

આ તો મારી પત્ની પણ મને નથી બોલી, ગંભીર RCB સામે રમવા અગાઉ આ શું કહી દીધું?

04/20/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

આ તો મારી પત્ની પણ મને નથી બોલી, ગંભીર RCB સામે રમવા અગાઉ આ શું કહી દીધું?

ગૌતમ ગંભીરને તેની શાનદાર લીડરશિપ, કોચિંગ સિવાય તેમના નીડર અંદાજ માટે પણ ઓળખવામાં આવે છે. કોલકાતા 6માંથી 4 મેચ જીતીને પોઇન્ટ્સ ટેબલમાં બીજા નંબર પર યથાવત છે. હવે આ ટીમે આગામી મેચ બેંગ્લોર વિરુદ્ધ ઇડન ગાર્ડન્સમાં રમવાની છે. આમ બેંગ્લોર સામે મેચ અગાઉ ગૌતમ ગંભીરે કંઈક એવું કહી દીધું જે ફેન્સને ખૂબ પસંદ આવી રહ્યું છે.


લોકો મારી સ્માઇલ જોવા નથી આવતા: ગંભીર

લોકો મારી સ્માઇલ જોવા નથી આવતા: ગંભીર

KKRએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં જાણીતા એન્કર સાયરસ કોલકાતાના મેન્ટર ગૌતમ ગંભીરને કેટલાક સવાલ જવાબ કરી રહ્યા છે. ગંભીર આ વીડિયોમાં કહેતા નજરે પડી રહ્યા છે કે ભારતમાં લોકોની ધારણા બદલવાનું કામ સૌથી મુશ્કેલ છે. જો કોઈ વ્યક્તિ મને જાણે પણ છે તો પણ તેમણે મારા માટે ધારણા બનાવી રાખી છે કે હું આક્રમક વિચારનો છું. લોકો સ્ટેડિયમમાં મને હસતાં જોવા નથી આવતા. લોકો કોલકાતા માટે જીતતા જોવા આવે છે. તેના પર સાયરસે ગંભીરને કહ્યું કે, તેમની સ્માઇલ સારી છે તો ક્યારેક ક્યારેક હસી પણ લો. તેના પર ગંભીરે હસતાં જવાબ આપ્યો કે આ તો મને મરી પત્નીએ પણ નથી કહ્યું.


કોલકાતા અને બેંગ્લોની ટક્કર:

કોલકાતા અને બેંગ્લોની ટક્કર:

રવિવારે કોલકાતા અને બેંગ્લોર વચ્ચે મેચ છે. આ ટૂર્નામેન્ટમાં આ બંનેની બીજી મેચ હશે. અગાઉ કોલકાતા અને બેંગ્લોર વચ્ચે 29 માર્ચે મેચ થઈ હતી. કોલકાતાએ આ મેચને 7 વિકેટે જીતી હતી. વિરાટ કોહલીની નોટ આઉટ 83 રનોની મદદથી 182 રન બનાવ્યા હતા અને જવાબમાં કોલકાંતે માત્ર 16.5 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. વેંકટેશ ઐય્યરે 30 બૉલમાં અડધી સદી ફટકારી હતી. સુનિલ નરીને 47 રનોની ઇનિંગ રમી હતી. શ્રેયસ ઐય્યરે નોટ આઉટ 39 રન બનાવ્યા હતા. હવે જોવાનું એ રહેશે કે શું બેંગ્લોર કોલકાતા સામે હારનો બદલો લઈ શકશે? 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top