છોકરીએ બોયફ્રેન્ડ સાથે મળીને લૂંટી કબર, પકડાઇ તો બોલી- તેને સપનું આવ્યું હતું કે...
તમે ઘણી વખત લૂંટની ઘટનાઓ બાબતે તમે સાંભળ્યું હશે કે ફલાણી જગ્યાએ લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવી, આ જગ્યાએ ઘરમાં લૂંટ થઈ, પેલી જગ્યાએ બેંકમાં લૂંટ થઈ વગેરે વગેરે, પરંતુ શું તમે એવું ક્યારેય સાંભળ્યું છે કે કોઈએ કબરને પણ લૂંટી હોય? તો મોટા ભાગના લોકો તેનો જવાબ ‘ના’માં આપશે, ખરુંને? હા, પરંતુ એવી એક ઘટના હકીકતમાં સામે આવી છે. ચાલો તો આ આર્ટિકલમાં જોઈએ કે આ ઘટના ક્યાંની છે અને લૂંટ બાદ શું કારણ બતાવવામાં આવ્યું.
એક 15 વર્ષની છોકરીએ રાતના અંધારામાં જે કર્યું, તેનાથી બધા હેરાન છે. તેણે એક એવા વ્યક્તિની કબર લૂંટી, જે હત્યા અને બળાત્કારનો દોષી હતો. છોકરીને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, તેને સપનું આવ્યું હતું કે તેને જીવતો દફનાવી દીધો છે અને તે મદદ માંગી રહ્યો હતો. આ કારણે તેણે પોતાના બોયફ્રેન્ડની મદદથી તેની કબર ખોદી. બોયફ્રેન્ડજ તેને ગાડીથી કબર સુધી લઈ ગયો હતો. આ ઘટના બ્રાઝિલની છે. જે વ્યક્તિની કબર ખોદવામાં આવી, તેનું નામ લાજારો બારબોસા ડી સૌસા હતું.
મીડિયા રિપોર્ટ્સ મુજબ, સૌસાએ બે વર્ષ અગાઉ 6 લોકોની હત્યા કરી હતી. તે 32 વર્ષનો હતો. તેણે ક્લાઉડિયો વિડાલ નામના વ્યક્તિ અને તેના બે દીકરાઓની હત્યા કરી હતી. પછી ક્લાઉડિયોની પત્ની ક્લિયોનિસ માર્ક્સને કિડનેપ કરીને તેની હત્યા કરી. તે લોકોને ઘરોમાં ઘૂસીને ડ્રગ્સ આપતો હતો. તેણે એક ઘર અને ઘણી ગાડીઓમાં આગ પણ લગાવી હતી. એ સિવાય તેને બે પોલીસકર્મીઓની હત્યા પણ કરી. 9 જુલાઇ 2021ના રોજ તેને પોલીસે ગોળી મારી દીધી હતી. ત્યારબાદ સૌસાના પરિવારે આ કબ્રસ્તાનમાં દફનાવ્યો હતો, જ્યાં છોકરીએ ખોદકામ કર્યું છે.
તપાસકર્તા રાફેલ નેરિસે કહ્યું કે, 15 વર્ષીય છોકરીને CCTVની મદદથી પકડી છે. તેણે સૌસાની ખોપડી ચોરી હતી. બાકીનું કંકાલ ત્યાં જ હતું. એ પૂરી રીતે સ્પષ્ટ છે કે છોકરીએ જ કબર લૂંટી હતી. તેના કપડા માટીથી રંગાયેલા મળ્યા. ત્યારબાદ છોકરીએ પણ પોતાનો ગુનો કબૂલી લીધો. તેણે કહ્યું કે, તેને સપનું આવ્યું હતું. જેમાં સૌસા તેને જીવિત દેખાયો અને મદદ માંગી રહ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, છોકરીનું કહેવું છે કે તેને ઘણા બધા સપના આવ્યા હતા, જેમાં સૌસા તેને પોતાને કબરમાંથી કાઢવા કહી રહ્યો હતો. તેનો બોયફ્રેન્ડ પૂરા સમય તેને ચેતવણી આપતો રહ્યો, પરંતુ તેણે તેની એક વાત ન સાંભળી. છોકરી પર આરોપ લગાવવામાં નહીં આવે. કબરમાં ખોપડી નાખીને ફરીથી બંધ કરી દેવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp