ગુજરાતવાસીઓ માટે ગૂડ ન્યૂઝ! વીજ બિલના ફ્યૂલ ચાર્જમાં કરાયો ઘટાડો, પરંતુ...
ગુજરાતવાસીઓ માટે એક મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના વીજ ગ્રાહકોના માસિક વીજ બિલમાં ઘટાડો થવાનો છે કેમ કે રાજ્ય સરકારે ફ્યૂલ સરચાર્જ (FPPPA)માં 15 પૈસાનો ઘટાડો કર્યો છે. જો કે, આ ઘટાડાથી સામાન્ય જનતાને કોઈ મોટો ફાયદો થવાની સંભાવના દેખાઈ રહી નથી.
આ મામલે રાજ્યના નાણાં મંત્રી કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, ‘1 જુલાઈ 2025થી આ ઘટાડો અમલમાં આવશે. આ ચાર્જ ઘટાડો DGVCL, MGVCL, PGVCL, UGVCL જેવી સરકારી વીજ કંપનીઓના ગ્રાહકોને જ લાગુ પડશે.’
વીજ ગ્રાહકો પાસેથી ફ્યૂલ સરચાર્જના રૂપમાં પ્રતિ યુનિટ 2.45 રૂપિયા વસૂલવામાં આવતા હતા, તેમાં હવે ફ્યૂલ ચાર્જમાં 15 પૈસા ઓછા લેવામાં આવશે. અગાઉ ફ્યૂલ સરચાર્જ 2.45 રૂપિયા હતો. જેમાં 15 પૈસાનો ઘટાડો કરાતા 2.30 રૂપિયા થશે. આ અગાઉ જાન્યુઆરી 2024માં 50 પૈસા, ઓક્ટોબર 2024માં 40 પૈસા અને ડિસેમ્બર 2024માં ફ્યૂલ સરચાર્જમાં 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp