આખરે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરાઈ, ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત; જાણો ફરીથી ક્યારે લેવાશે?

આખરે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરાઈ, ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત; જાણો ફરીથી ક્યારે લેવાશે?

12/21/2021 Education

SidhiKhabar

SidhiKhabar

આખરે હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરાઈ, ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત; જાણો ફરીથી ક્યારે લેવાશે?

ગાંધીનગર: બહુચર્ચિત પેપર લીક કાંડ સામે આવ્યા બાદ હેડ ક્લાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને આ બાબતની અધિકારીક જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે માર્ચમાં આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે. 

આ મામલે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે એક બેઠક કરી હતી. આ બેઠક બાદ પરીક્ષા રદ કરવા અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. 


પેપર લીક કાંડનો મુખ્ય આરોપી ઝડપાયો

પેપર લીક કાંડનો મુખ્ય આરોપી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. તેની સાથે અન્ય બે પરીક્ષાર્થીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી જયેશ પટેલને ગાંધીનગર એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. 

જયેશ પટેલને આજે કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવશે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. ઉપરાંત, તેની સાથે બે પરીક્ષાર્થીને પણ પકડી લેવામાં આવ્યા છે. ગાંધીનગર એલસીબી દ્વારા આજે આ જાણકારી આપવામાં આવી હતી. 

પોલીસે જાણકારી આપતા જણાવ્યું કે, એક પરીક્ષાર્થીએ બાર લાખમાં ડીલ કરી હતી અને ગાંધીનગરના કેન્દ્ર પર જઈને પરીક્ષા આપી હતી. બીજા ઉમેદવારે પાંચ લાખમાં ડીલ કરી હતી. આ બાબતે પુરાવા એકત્ર કરી બંનેની ધરપકડ કરવામાં આવી છે અને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગવામાં આવશે. 

મુખ્ય આરોપી જયેશ પટેલની ભૂમિકાને લઈને કહેવામાં આવ્યું છે કે, જયેશ પટેલે પેપરની નકલ મેળવીને તેને જશવંત પટેલને આપ્યું હતું. જશવંત પટેલે દેવલ પટેલને પેપરની નકલ આપી હતી, જેને પાંચ પરીક્ષાર્થીઓએ મળીને સોલ્વ કર્યું હતું. આ ઉપરાંત જયેશ પટેલે દર્શન વ્યાસને પણ પેપરની નકલ આપી હતી. 


કુલ 11 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો હતો

પેપર લીક કાંડને લઈને પોલીસ હાલ તમામ એન્ગલોથી તપાસ કરી રહી છે અને એક-એક શકમંદોને પકડી રહી છે. રવિવારે ગાંધીનગર LCB એ વધુ ત્રણ શકમંદોને પકડી લીધા બાદ તેમને મોડી રાત્રે હિંમતનગર લવાયા હતા અને સોમવારે બપોરે 3 વાગ્યે પ્રાંતિજ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમના રિમાન્ડ મંજૂર કરાયા હતા. 

પેપર લીક કાંડ અંગે જાણકારી બહાર આવ્યા બાદ પોલીસે 11 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાં મુખ્ય આરોપી જયેશ પટેલ ફરાર હતો, જેને પણ ઝડપી લેવામાં આવ્યો છે. અન્ય 8 લોકોને 3 દિવસ અગાઉ કોર્ટમાં રજૂ કરીને 10 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top