હેલ્મેટ બનાવતી 162 કંપનીઓ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે બને છે અસલી હેલ્મેટ

હેલ્મેટ બનાવતી 162 કંપનીઓ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે બને છે અસલી હેલ્મેટ

10/29/2024 Business

SidhiKhabar

SidhiKhabar

હેલ્મેટ બનાવતી 162 કંપનીઓ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે બને છે અસલી હેલ્મેટ

Helmet manufacturing companies banned: કેન્દ્ર સરકાર હવે ટૂ-વ્હીલર સવારીની સુરક્ષાને લઇને અગાઉ કરતા વધુ સભાન બની છે. રોડ સેફ્ટીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 162 હેલ્મેટ બનાવતી કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. આ તમામ કંપનીઓ બ્યૂરો ઓફ સ્ટાન્ડર્ડ ઇન્ડિયા (BSI)ના ધોરણો અનુસાર, હેલ્મેટનું ઉત્પાદન કરતી નહોતી. જેના કારણે સરકારે આ કંપનીઓ સામે કાર્યવાહી કરી છે. તમે રસ્તાના કિનારે હેલ્મેટ વેચતા જોયા હશે. આ હેલ્મેટ પર જાણીતી કંપનીઓના નામ હોય છે, પરંતુ આ હેલ્મેટ BSIના ધોરણોને પૂર્ણ કરતા નથી. કારણ કે આ હેલ્મેટ ડુપ્લીકેટ છે અને જાણીતી કંપનીઓના નામની ચોરી કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. એવામાં સરકારે હવે આ હેલ્મેટ બનાવતી કંપનીઓ સામે કાર્યવાહી શરૂ કરી દીધી છે.


આ રીતે હેલ્મેટ બનાવવાની શરૂઆત થાય છે

આ રીતે હેલ્મેટ બનાવવાની શરૂઆત થાય છે

BSI, DOT અને ECE 22.06 ધોરણોની હેલ્મેટ બનાવવાની સમગ્ર પ્રક્રિયાની વાત કરીએ તો તેમાં હેલ્મેટ બનાવવાની શરૂઆત તેની ડિઝાઇનથી થાય છે. કોઇપણ કંપની સૌથી પહેલા યુઝરની સુવિધાને ધ્યાનમાં રાખીને હેલ્મેટ ડિઝાઇન કરે છે. હેલ્મેટની ડિઝાઇન ફાઇનલ થઇ ગયા બાદ હેલ્મેટની અંદર લાગતા થર્મોકોલની ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે. આ થર્મોકોલ એટલું મજબૂત છે કે તમે તેને કૂદીને અથવા તમારા હાથથી તોડી શકતા નથી. આ હેલ્મેટ સાઇઝનું થર્મોકોલ હાઇ પ્રેશર મશીન વડે તૈયાર કરવામાં આવે છે.


હેલ્મેટ એસેમ્બલિંગ

હેલ્મેટ એસેમ્બલિંગ

હેલ્મેટની ડિઝાઇન અને થર્મોકોલની સાઇઝ ફાઇનલ થયા બાદ હેલ્મેટની બોડીને રંગીન બનાવી તેના પર ગ્રાફિક્સ લગાવવામાં આવે છે. ત્યારબાદ કર્મચારીઓ દ્વારા હેલ્મેટ એસેમ્બલ કરવામાં આવે છે. જેમાં ફૉમ, કાપડ અને બક્કલ (હેલ્મેટને ટાઇટ કરવા) લગાવવામાં આવે છે. જ્યારે સ્ટીલબર્ડની ફેક્ટરીની તેમના વાઇઝર અને હેલ્મેટનું પરીક્ષણ કર્યું હતું. જેમાં હેલ્મેટના વાઇઝરને આગથી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમાં કોઇ નુકસાન થયું નહોતું. તેમજ પ્રેશર મશીન વડે હેલ્મેટ તોડવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં હેલ્મેટને કોઇ નુકસાન થયું નહોતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top