કોરોના વેક્સિન બનાવનાર વૈજ્ઞાનિકોને મળ્યો મેડિસીનનો નોબેલ, શોધથી થઈ દુનિયામાં ક્રાંતિ

કોરોના વેક્સિન બનાવનાર વૈજ્ઞાનિકોને મળ્યો મેડિસીનનો નોબેલ, શોધથી થઈ દુનિયામાં ક્રાંતિ

10/02/2023 World

SidhiKhabar

SidhiKhabar

કોરોના વેક્સિન બનાવનાર વૈજ્ઞાનિકોને મળ્યો મેડિસીનનો નોબેલ, શોધથી થઈ દુનિયામાં ક્રાંતિ

દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત અને જેના મેળવવા માટે લોકો આકાશ-પાતાળ એક કરી નાખે છે અને જે મળવાથી દુનિયાભરમાં ખ્યાતિ થાય છે તેવા નોબેલ પુરસ્કાર અપાવાના શરુ થયા છે. પોતાની શોધથી દુનિયામાં ક્રાંતિ લાવનાર વર્લ્ડના નોબેલમેનને આ એવોર્ડ અપાય છે. 2023ના નોબેલ પુરસ્કારનું એલાન થયું છે. સૌથી પહેલા મેડિસીન ક્ષેત્રમાં નોબેલ પુરસ્કાર અપાયો છે. જર્મનીના શરીર વિજ્ઞાની કેટાલિન કારિકો અને ડ્રૂયુ વીસમેનને મેડિસીનમાં નોબેલ મળ્યો છે. આ બન્ને વૈજ્ઞાનિકોએ કોરોના વેક્સિન એમઆરએનએ રસી વિકસાવી હતી. આ રસી દ્વારા આ બંને વૈજ્ઞાનિકોએ દુનિયાની વિચારસરણી બદલી નાખી હતી. આ બન્ને વૈજ્ઞાનિકોની શોધને કારણે વિશ્વભરના વૈજ્ઞાનિકો શરીરમાં રોગપ્રતિકારક શક્તિની ક્રિયા અને પ્રતિક્રિયા વિશે વધુ સમજી શક્યા હતા.


કોણ છે કેટાલિન કારિકો

કોણ છે કેટાલિન કારિકો

કેટાલિન કારિકોનો જન્મ 1955માં હંગેરીના જોલ્નોકમાં થયો હતો. તેમણે 1982માં યુનિવર્સિટી ઓફ જેગેડમાંથી પીએચડીની પદવી મેળવી હતી અને હંગેરિયન એકેડેમી ઓફ સાયન્સિસમાં પોસ્ટ ડોક્ટરલ ફેલોશિપ પૂર્ણ કરી હતી. આ પછી, તેમણે ફિલાડેલ્ફિયાની ટેમ્પલ યુનિવર્સિટીમાં પોસ્ટ ડોક્ટરલ રિસર્ચ પૂર્ણ કર્યું. ત્યારબાદ તેઓ યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં આસિસ્ટન્ટ પ્રોફેસર બન્યાં હતા. 1982 પછી, કેટ્ટેલિન બાયોએનટેક આરએનએ ફાર્માસ્યુટિકલ કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બન્યા. 2013 માં આ સમય દરમિયાન, તેમણે કોવિડ રોગચાળા દરમિયાન કોરોનાની એમઆરએનએ રસી વિકસાવી હતી.


કોણ છે ડ્રૂયુ વીસમેન

કોણ છે ડ્રૂયુ વીસમેન

ડ્રૂયુ વીસમેનનો જન્મ 1959માં મેસેચ્યુસેટ્સમાં થયો હતો. તેમણે 1987માં બોસ્ટન યુનિવર્સિટીમાંથી પીએચડી અને એમડીની ડિગ્રી મેળવી હતી અને હાર્વર્ડ મેડિકલ સ્કૂલના બેથ ઇઝરાયેલ ડેકોનેસ મેડિકલ સેન્ટરમાં ક્લિનિકલ તાલીમ લેવાનું ચાલુ રાખ્યું હતું. 1997માં, વેઇઝમેને તેમનું સંશોધન જૂથ બનાવ્યું હતું. તેમણે યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાની પેરેલમેન સ્કૂલ ઓફ મેડિસિનમાં સંશોધન શરૂ કર્યું હતું. પેન હાલમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ આરએનએ ઇનોવેશન્સના ડિરેક્ટર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top