IPL ૨૦૨૪માં આ ટીમના કેપ્ટને એવી તો શું ભૂલ કરી કે તેને ફટકારાયો લાખો રૂપિયાનો દંડ? જાણો વિગતે
IPL 2024માં મંગળવારે રમાયેલી 7મી મેચમાં, ચેન્નાઈએ ગુજરાતને હરાવીને સતત બીજી જીત મેળવી હતી. ચેન્નાઈ સુપર કિંગ્સે તેના હોમ ગ્રાઉન્ડ પર ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં 63 રને એકતરફી જીત હાંસલ કરી હતી. આ મેચમાં ગુજરાતની ટીમને 207 રનનો ટાર્ગેટ મળ્યો હતો, પરંતુ તે 20 ઓવરમાં માત્ર 143 રન જ કરી શકી હતી. આ સાથે ગુજરાત ટાઈટન્સના કેપ્ટને એક મોટી ભૂલ કરતાં તેને દંડ ફટકારવામાં આવ્યો છે.
IPL 2024માં પ્રથમ વખત કોઈ ટીમના કેપ્ટનને દંડ ફટકારવામાં આવ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી મેચમાં GTના કેપ્ટન શુભમન ગિલને તેની ભૂલના કારણે લાખો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. કેપ્ટન CSK સામે સ્લો ઓવર રેટ માટે દોષિત જણાયો હતો. અને આ તેનો પહેલો ગુનો હોવાથી તેને 12 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. IPL દ્વારા સત્તાવાર જાહેર મીડિયા રિલીઝમાં આ વાત જણાવવામાં આવી છે. ન્યૂનતમ ઓવર રેટના ગુનાઓ સંબંધિત IPL આચાર સંહિતા હેઠળ તેની ટીમનો આ સિઝનનો પ્રથમ ગુનો હોવાથી તેને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ગુજરાત ટાઇટન્સે તેની 20મી ઓવરની બોલિંગ સમયસર શરૂ કરી ન હતી. આ કારણે ગિલ પર આ દંડ ફટકારવામાં આવ્યો છે. મેચમાં પણ તેને સજા કરવામાં આવી હતી કારણ કે, છેલ્લી ઓવર દરમિયાન 30-યાર્ડ સર્કલની બહાર માત્ર 4 ખેલાડીઓ હતા. જો 20મી ઓવર સમયસર નાખવામાં આવી હોત, તો કેપ્ટન શુભમન ગિલને 30-યાર્ડ સર્કલની બહાર 5 ખેલાડીઓ મૂકવાની મંજૂરી આપવામાં આવી હોત. જો કે CSKએ છેલ્લી ઓવરમાં માત્ર 8 રન બનાવ્યા હતા.
ગુજરાત ટાઇટન્સની આ બીજી જ મેચમાં સ્લો ઓવર રેટનો પહેલો ગુનો કેપ્ટન શુભમન ગિલે કર્યો હતો. જો તે બીજી વખત આવી ભૂલ કરશે તો તેને 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય ટીમના અન્ય તમામ ખેલાડીઓને પણ 6 લાખ રૂપિયા અથવા મેચ ફીના 25 ટકાનો દંડ ફટકારવામાં આવશે. અને ત્રીજી વખત સ્લો ઓવર રેટની ભૂલના કારણે કેપ્ટનને 30 લાખ રૂપિયાનો દંડ અને એક લીગ મેચ માટે પ્રતિબંધિત કરવામાં આવશે. બાકીના ખેલાડીઓને 12 લાખ રૂપિયા અથવા મેચ ફીના 50 ટકા દંડ ફટકારવામાં આવશે.
Gujarat Titans skipper Shubman Gill fined Rs 12 lakh for maintaining slow over rate during his team's IPL match against CSK.#IPL2024 (PTI Photo) pic.twitter.com/hmCxXQsXT3 — Press Trust of India (@PTI_News) March 27, 2024
Gujarat Titans skipper Shubman Gill fined Rs 12 lakh for maintaining slow over rate during his team's IPL match against CSK.#IPL2024 (PTI Photo) pic.twitter.com/hmCxXQsXT3
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp