માત્ર 5 દિવસ..’ ચંદ્રબાબુ CM પણ નથી બન્યા અને તેમની પત્નીની સંપત્તિમાં કરોડોનો વધારો થયો..! જાણ

માત્ર 5 દિવસ..’ ચંદ્રબાબુ CM પણ નથી બન્યા અને તેમની પત્નીની સંપત્તિમાં કરોડોનો વધારો થયો..! જાણો કઈ રીતે?

06/08/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

માત્ર 5 દિવસ..’ ચંદ્રબાબુ CM પણ નથી બન્યા અને તેમની પત્નીની સંપત્તિમાં કરોડોનો વધારો થયો..! જાણ

Chandrababu Naidu Family Wealth : લોકસભા ચૂંટણીના પરિણામ પણ આવી ગયા અને આવતીકાલે PM મોદી શપથગ્રહણ પણ કરવાના છે. લોકસભાની ચૂંટણીમાં જદ(યુ)ના નિતિશ કુમાર અને ટીડીપીના ચંદ્રબાબુ નાયડુ કિંગમેકર સાબિત થયા છે. છેલ્લા કેટલાક દિવસોમાં ટીડીપીના વડા ચંદ્રાબાબુ નાયડુએ રાજનીતિથી લઈને શેરબજાર સુધીની દરેક બાબતમાં પ્રભુત્વ જમાવ્યું છે. છેલ્લા પાંચ દિવસ દરમિયાન ચંદ્રબાબુ નાયડુના પરિવારની સંપત્તિમાં રેકોર્ડ વધારો થયો છે.


ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ શેરોમાં

ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ શેરોમાં

ચૂંટણી પરિણામો જાહેર થયા તે બાદ ચંદ્રબાબુની કંપની હેરિટેજ ફૂડ્સના શેરમાં છેલ્લા પાંચ જ દિવસમાં 55 ટકાનો ઉછાળો આવ્યો છે.  એફએમસીજી નામની આ કંપનીમાં ચંદ્રબાબુના પત્ની નારા ભુવનેશ્વરી 24.37 ટકા શેર ધરાવે છે. લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ શેરોમાં મોટો ઉછાળો આવ્યો હતો જેને કારણે કંપનીના પ્રમોટર અને નાયડુના પત્નીની સંપત્તિમાં 535 કરોડ રૂપિયાની વૃદ્ધિ થઇ છે. તેમની પાસે 2.26 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત તેમની પાસે 3.4 કિલો સોનુ અને 41.5 કિલો ચાંદી પણ છે.


જેમાં દુધનું વિતરણ મુખ્ય વ્યવસાય

જેમાં દુધનું વિતરણ મુખ્ય વ્યવસાય

આ કંપનીની સ્થાપના ચંદ્રબાબુ નાયડુ દ્વારા વર્ષ 1992માં કરવામાં આવી હતી, ચૂંટણી પરિણામો જાહેર થયા તે પહેલા 3 જૂનના રોજ શેર 424 રૂપિયા પર વેપાર કરી રહ્યા હતા. જે હાલ વધીને 661.25 રૂપિયા પર છે. મુખ્યત્વે ડેરી પ્રોડક્ટ સાથે આ કંપની જોડાયેલી છે. જેમાં દુધનું વિતરણ મુખ્ય વ્યવસાય છે. દરમિયાન નાયડુના પુત્ર નારા લોકેશ પાસે પણ કંપનીમાં 10037453 શેર છે. શેરમાં ઉછાળા બાદ લોકેશની કુલ સંપત્તિમાં પણ 237.8 કરોડ રૂપિયાની વૃદ્ધિ જોવા મળી હતી. ઝારખંડમાં ટીડીપીની સરકાર બનવા જઇ રહી છે. સાથે જ કેન્દ્રમાં પણ સરકાર બનાવવામાં ટીડીપી મહત્વપૂર્ણ ગણાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top