વિદેશમાં ફરી ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુની ઘટના..! ડૂબતાં યુવકને બચાવવા તેના 4 મિત્રોએ..’ જાણો

વિદેશમાં ફરી ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુની ઘટના..! ડૂબતાં યુવકને બચાવવા તેના 4 મિત્રોએ..’ જાણો વિગત

06/07/2024 World

SidhiKhabar

SidhiKhabar

વિદેશમાં ફરી ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુની ઘટના..! ડૂબતાં યુવકને બચાવવા તેના 4 મિત્રોએ..’ જાણો

Russia :  વિદેશમાં ફરી એક વાર દુખદ સમાચાર આવી રહ્યા છે ભારતીય વિદ્યાર્થીઓના મૃત્યુની સામે આવી આવી જ એક ઘટના રશિયામાં બની છે. રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ પાસે નદીમાં ડૂબી જવાથી 4 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. આ તરફ હવે ભારતીય મિશન શક્ય તેટલી વહેલી તકે તેમના મૃતદેહો તેમના પરિવારોને પરત કરવા માટે રશિયન અધિકારીઓના સંપર્કમાં છે.


18 થી 20 વર્ષની વયના બે છોકરા અને

18 થી 20 વર્ષની વયના બે છોકરા અને

ચારેય વિદ્યાર્થીઓ વેલિકી નોવગોરોડ શહેરમાં સ્થિત નોવગોરોડ સ્ટેટ યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરતા હતા. તેમાં 18 થી 20 વર્ષની વયના બે છોકરા અને બે છોકરીઓનો સમાવેશ થાય છે. સ્થાનિક મીડિયા અનુસાર એક ભારતીય વિદ્યાર્થી વોલ્ખોવ નદીમાં કિનારાથી થોડે દૂર ગયો હતો અને ડૂબવા લાગ્યો હતો. આ તરફ ડૂબતાં યુવકને બચાવવા તેના 4 મિત્રોએ પણ પ્રયાસ કર્યો હતો. ડૂબતાં યુવકને બચાવવાના પ્રયાસમાં વધુ ત્રણ વિદ્યાર્થીઓ નદીમાં ડૂબી ગયા. મહત્વનું છે કે, એક છોકરાને સ્થાનિક લોકોએ સુરક્ષિત બહાર કાઢ્યો હતો.


જાણો શું કહ્યું ભારતીય દૂતાવાસે ?

જાણો શું કહ્યું ભારતીય દૂતાવાસે ?

મોસ્કોમાં ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું છે કે, અમે મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે પરિજનોને મોકલવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જે વિદ્યાર્થીનો જીવ બચી ગયો હતો તેને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે.સેન્ટ પીટર્સબર્ગમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે,આ વિદ્યાર્થીઓ વેલિકીની નોવગોરોડ સ્ટેટ યુનિવર્સિટીમાં મેડિસિનનો અભ્યાસ કરી રહ્યા હતા. કોન્સ્યુલેટ જનરલે 'X' પર લખ્યું, 'શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે અમારી સંવેદના. કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે, વેલિકી નોવગોરોડના સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંપર્ક જાળવવામાં આવી રહ્યો છે જેથી શક્ય તેટલી વહેલી તકે મૃતદેહ પરિવારને પરત કરવામાં આવે. શોકગ્રસ્ત પરિવારોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top