કેનેડામાં ખાલીસ્તાનીઓ ભારતીય એમ્બેસી સામે તોફાને ચડ્યા ! મોદીનું પૂતળું સળગાવ્યું! કેનેડાએ કહ્ય

કેનેડામાં ખાલીસ્તાનીઓ ભારતીય એમ્બેસી સામે તોફાને ચડ્યા ! મોદીનું પૂતળું સળગાવ્યું! કેનેડાએ કહ્યું, "ભારતીયોને સાવધ રહે!"

09/26/2023 World

SidhiKhabar

SidhiKhabar

કેનેડામાં ખાલીસ્તાનીઓ ભારતીય એમ્બેસી સામે તોફાને ચડ્યા ! મોદીનું પૂતળું સળગાવ્યું! કેનેડાએ કહ્ય

કેનેડામાં ખાલિસ્તાની સમર્થકોએ ગઈ કાલે ભારત વિરુદ્ધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ભારતના તિરંગાનું પણ અપમાન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન માટે એલાન શીખ ફોર જસ્ટિસના વડા ગુરપતવંત સિંહ પન્નુએ આ હાંકલ કરી હતી.

કેનેડામાં એક જ દિવસે બે અલગ-અલગ સ્થળોએ આ પ્રદર્શન યોજાયા હતા. પ્રથમ પ્રદર્શન વાનકુવર, કેનેડામાં હતું. જ્યાં કેટલાક ખાલિસ્તાની સમર્થકો ભારતીય દૂતાવાસની બહાર એકઠા થયા હતા અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા હતા. ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકો ભારતીય તિરંગાનું અપમાન કરતા અને તેને ફાડતા જોવા મળ્યા હતા.તિરંગાનું મોટું બેનર બનાવવામાં આવ્યું હતું. જેને ખાલિસ્તાની સમર્થકો જમીન પર પાથર્યું હતું અને તેના પર ચાલતા પણ જોવા મળ્યા હતા. એટલું જ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર લગાવીને તેમનું અપમાન પણ કરવામાં આવ્યું હતું.


કેનેડા તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી

કેનેડાએ ભારતમાં રહેતા તેના નાગરિકો માટે તેની ટ્રાવેલ એડવાઈઝરીને અપડેટ કરી છે. આમાં તેમને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. કેનેડિયન નાગરિકોને સતર્ક રહેવા અને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે, કારણ કે સોશિયલ મીડિયા પર કેનેડા સામે વિરોધ અને નકારાત્મક લાગણીઓ ઉશ્કેરવામાં આવી રહી છે.



ઓટાવામાં આમંત્રણ પર 30 લોકો પહોંચ્યા હતા

ઓટાવામાં આમંત્રણ પર 30 લોકો પહોંચ્યા હતા

પન્નુ વતી લોકોને ભારતીય દૂતાવાસની બહાર દેખાવો માટેનું એલાન આપવામાં આવ્યું હતું. SFJનો અંદાજ હતો કે સેંકડો લોકો આ પ્રદર્શનમાં પહોંચશે, પરંતુ એવું થયું નહીં. માત્ર 30 જેટલા લોકો પ્રદર્શન માટે આવ્યા હતા. તેમજ એવી માહિતી છે કે તેમાંથી મોટાભાગના દૈનિક વેતન મામલે પ્રદર્શન માટે એકઠા થયા હતા.


દૂતાવાસની બહાર ભીડ ઘટી રહી છે

દૂતાવાસની બહાર ભીડ ઘટી રહી છે

ભારતના કડક વલણ બાદ ભારતીય દૂતાવાસની બહાર ખાલિસ્તાની સમર્થકોની ભીડ દિવસે ને દિવસે ઘટી રહી છે. તેની પાછળ ભારત સરકાર દ્વારા લેવામાં આવેલો એક મહત્ત્વપૂર્ણ નિર્ણય છે. ભારત સરકારે હાલમાં વિરોધ કરી રહેલા ખાલિસ્તાની સમર્થકોની ભીડમાં ચહેરાઓને ઓળખવાનું કામ શરૂ કર્યું છે.

આ પછી ભારત સરકાર આ તમામ દેખાવકારોના OCI કાર્ડ રદ કરવા જઈ રહી છે. OCI એટલે ઓવરસીઝ સિટિઝન ઓફ ઈન્ડિયા, જે વિદેશમાં સ્થાયી થયેલા ભારતીયોને બેવડી નાગરિકતા પ્રદાન કરે છે. હવે વિદેશમાં સ્થાયી થયેલા ખાલિસ્તાની સમર્થકો ભારત પરત નહીં આવી શકે તેવા ડરથી ખુલ્લેઆમ આગળ આવવાનું ટાળી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top