40 મહિનામાં પહેલી વખત બેન્કિંગ સિસ્ટમમાં રોકડની કમી, આરબીઆઇએ લીધાં આ પગલાં

40 મહિનામાં પહેલી વખત બેન્કિંગ સિસ્ટમમાં રોકડની કમી, આરબીઆઇએ લીધાં આ પગલાં

09/21/2022 World

SidhiKhabar

SidhiKhabar

40 મહિનામાં પહેલી વખત બેન્કિંગ સિસ્ટમમાં રોકડની કમી, આરબીઆઇએ લીધાં આ પગલાં

RBI દ્વારા ફુગાવાને કાબૂમાં લેવા માટે લેવામાં આવેલા કડક નીતિવિષયક નિર્ણયો બાદ 40 મહિનામાં પ્રથમ વખત ભારતીય બેંકિંગ સિસ્ટમમાં રોકડની અછત સર્જાઈ છે. આ સ્થિતિ પછી આરબીઆઈએ 20 સપ્ટેમ્બર, 2022 મંગળવારના રોજ બેંકિંગ સિસ્ટમમાં 2.73 બિલિયન ડોલર એટલે કે 21800 કરોડ રૂપિયા મૂકવા પડ્યા છે. મે 2019 પછી આ પ્રથમ વખત છે જ્યારે બેંકિંગ સિસ્ટમમાં રોકડની તંગી આવી છે.


4 મે, 2022 ના રોજ, આરબીઆઈએ ફુગાવા પર લગામ લગાવવા માટે નાણાકીય નીતિની બેઠકમાં કેશ રિઝર્વ રેશિયો વધારવાનો નિર્ણય લીધો હતો. બેંકિંગ સિસ્ટમમાં હાજર વધારાની રોકડ ઘટાડવા માટે, આરબીઆઈએ કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર) 50 બેસિસ પોઈન્ટ્સ 4 ટકાથી વધારીને 4.50 ટકા કર્યો છે. CRR વધારવાનો નિર્ણય 21 મે, 2022થી અમલમાં આવ્યો છે. તેના કારણે બેંકિંગ સિસ્ટમમાં હાજર 90,000 કરોડ રૂપિયાની વધારાની રોકડમાં ઘટાડો થયો.


વાસ્તવમાં મોંઘવારી સતત વધી રહી છે. તેનું મુખ્ય કારણ બજારમાં ઉપલબ્ધ વધારાની રોકડ હોવાનું માનવામાં આવે છે. આ જ કારણ છે કે આરબીઆઈએ બેંકો પાસે હાલની વધારાની રોકડને શોષવા માટે સીઆરઆરમાં 50 બેસિસ પોઈન્ટ્સનો વધારો કરવાનો નિર્ણય લીધો હતો. બેંકોએ કુલ થાપણોના 4.50 ટકા આરબીઆઈ પાસે સીઆરઆર તરીકે રાખવા પડશે. તેનાથી બેંકિંગ સિસ્ટમમાં હાલની વધારાની રોકડમાં ઘટાડો થયો છે. બેંકો હવે સમજી વિચારીને લોન આપી રહી છે. બેંકોએ આરબીઆઈ પાસે જે CRR રાખવાનું હોય છે તેના પર RBI બેંકોને વ્યાજ પણ ચૂકવતી નથી.
બેંકિંગ સિસ્ટમમાં રોકડની તંગી પછી, એક દિવસ માટે કોલ મની દર વધીને 5.85 ટકા થઈ ગયા છે, જે જુલાઈ 2019 પછી સૌથી વધુ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top