"ભારત-કેનેડા રાજદ્વારી વિવાદની અસર સૈન્ય સંબંધો પર...", કેનેડિયન આર્મી ડેપ્યુટી ચીફનું મોટું નિ

"ભારત-કેનેડા રાજદ્વારી વિવાદની અસર સૈન્ય સંબંધો પર...", કેનેડિયન આર્મી ડેપ્યુટી ચીફનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

09/26/2023 World

SidhiKhabar

SidhiKhabar

કેનેડાએ જ્યારથી ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો છે ત્યારથી બંને દેશો વચ્ચે સંબંધોમાં કડવાશ ઉભી થઈ છે. ભારત અને કેનેડા વચ્ચે આ તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે કેનેડિયન આર્મી ડેપ્યુટી ચીફે મોટુ નિવેદન આપ્યું છે.



રાજદ્વારી વિવાદની અસર દ્વિપક્ષીય સૈન્ય સંબંધો પર નહી પડે : પીટર સ્કોટ

ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેનેડિયન આર્મીના ડેપ્યુટી કમાન્ડર મેજર જનરલ પીટર સ્કોટે (Major General Peter Scott) કહ્યું હતું કે ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી વિવાદની વર્તમાન દ્વિપક્ષીય સૈન્ય સંબંધો પર કોઈ અસર પડશે નહીં.


30 કરતા વધુ દેશોના સૈન્ય અધિકારીઓ સામેલ

ઈન્ડો-પેસિફિક આર્મી ચીફ્સ કોન્ફરન્સ (IPACC)માં પીટર સ્કોટ કેનેડિયન પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેમાં 30થી વધુ દેશોના સૈન્ય પ્રતિનિધિમંડળ સામેલ થયા છે. તેમણે દ્વિપક્ષીય સૈન્ય સંબંધો પર કહ્યું હતું કે આ સમયે જ્યાં સુધી મને જાણકારી છે ત્યાં સુધી તેનું આ વિવાદ પર અમારા પર કોઈ અસર પડશે નહીં. અમે પ્રયત્ન કરવા અને ઉકેલ લાવવા માટે આ મામલાને રાજકીય સ્તરે છોડી દઈએ છીએ. આ ઉપરાંત મેજર જનરલ સ્કોટે વધુમાં કહ્યું હતું કે અમે અહીં આવીને ખુશ છીએ અને અમને બિલકુલ નથી લાગતું કે આ મુદ્દો પરિસ્થિતિને વધુ બગાડશે


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top