JDS નેતાની ગજબ હરકત: લોકોની વચ્ચે કોલેજના આચાર્યશ્રીને ઝીંકી દીધો તમાચો, વિડીયો સોશિયલ મીડિયા પ

JDS નેતાની ગજબ હરકત: લોકોની વચ્ચે કોલેજના આચાર્યશ્રીને ઝીંકી દીધો તમાચો, વિડીયો સોશિયલ મીડિયા પર વાઈરલ

06/22/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

JDS નેતાની ગજબ હરકત: લોકોની વચ્ચે કોલેજના આચાર્યશ્રીને ઝીંકી દીધો તમાચો, વિડીયો સોશિયલ મીડિયા પ

નેશનલ ડેસ્ક : કર્ણાટકમાં JDSના ધારાસભ્ય એમ. શ્રીનિવાસનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. શ્રીનિવાસ સોમવારે નલવાડી કૃષ્ણરાજા વાડિયાર ITI કોલેજના નવા બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરવા પહોંચ્યા હતા. ત્યાં તેમણે કોલેજના પ્રિન્સિપાલ નાગાનંદ સાથે કોમ્પ્યુટર લેબના વિકાસ અંગે પૂછપરછ કરી હતી, પરંતુ તેઓ આ અંગે સાચી માહિતી આપી શક્યા ન હતા. જેનાથી નારાજ ધારાસભ્યએ પ્રિન્સિપાલને થપ્પડ મારી હતી.


પોલીસમાં જાણ કરવાની સલાહ આપી હતી

પોલીસમાં જાણ કરવાની સલાહ આપી હતી

ધારાસભ્યના ગુસ્સાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ લોકોએ તેના પર નારાજગી વ્યક્ત કરી હતી. ઘણા યુઝર્સે પ્રિન્સિપાલને પોલીસમાં જાણ કરવાની સલાહ આપી હતી, જ્યારે ઘણાએ તેને MLAની ગુંડાગીરી ગણાવી હતી અને તેમની સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તે જ સમયે, કર્મચારી સંગઠને આ ઘટના પર તાકીદની બેઠક બોલાવી હતી અને કહ્યું હતું કે આ મામલે ધારાસભ્ય સામે કાર્યવાહી કરવામાં આવશે.


2013માં અભિનેત્રી રામ્યા પર વિવાદાસ્પદ ટિપ્પણી

2013માં અભિનેત્રી રામ્યા પર વિવાદાસ્પદ ટિપ્પણી

એમ. શ્રીનિવાસ પોતાના નિવેદનોથી પહેલા જ વિવાદ સર્જી ચુક્યા છે. તેમણે 2013ની લોકસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર રામ્યા પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. ત્યારે શ્રીનિવાસે કહ્યું હતું કે 'રામ્યાને એ પણ ખબર નથી કે તે ક્યાંની છે. તેઓને તેમની જાતિનું નામ પણ ખબર નથી. વધુમાં કહ્યું હતું કે જેઓને પોતાના વિષે જ ની ખબર હોય તેઓ અહીંના લોકોને કેવી રીતે સમજશે.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top