કેનેડામાં ખાલિસ્તાની આતંકીઓની અવળચંડાઈ, મંદીરને ઘેરી વળ્યાં, ભારતીયોએ આપ્યો સજ્જડ જવાબ, જાણો સમગ્ર બાબત
કેનેડામાં ખાલિસ્તાની આતંકી ભારતીયોનો સતત વિરોધ કરી રહ્યા છે. તાજેતરનો મામલો પ્રસિદ્ધ હિન્દુ મંદિરની બહાર હોબાળાનો છે. અહીં ખાલિસ્તાની આતંકીઓએ એક મંદિરની બહાર એકજૂટ થઈ જોરદાર હોબાળો મચાવ્યો હતો. જેના લીધે બંને પક્ષો વચ્ચે તંગદિલી વધી ગઈ હતી. આ અંગે માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સ્થિતિને કાબૂ કરી હતી.
આ ઘટના કેનેડાના સરેમાં સ્થિત પ્રસિદ્ધ લક્ષ્મી નારાયણ મંદિરની બહાર બની હતી. માહિતી અનુસાર કેનેડાના બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં લક્ષ્મી નારાયણ મંદિર પ્રસિદ્ધ છે. આ મંદિરમાં કોન્સ્યુલર કેમ્પનું આયોજન કરાયું હતું પણ અહીં બે પક્ષો વચ્ચે વિવાદ થઈ ગયો હતો.
મંદિરના અધ્યક્ષ સતીશ કુમારે કહ્યું કે કોન્સ્યુલર સેશન દરમિયાન મંદિરની બહાર શીખ ફોર જસ્ટિસ (SFJ)ના ખાલિસ્તાની સમર્થકો એકજૂટ થયા હતા અને હોબાળો મચાવી દીધો હતો. તેમણે કહ્યું કે 20થી 25 લોકો ભારે હોબાળો મચાવીને મંદિરને ઘેરી વળ્યાં અને દેખાવો કરવા લાગ્યા હતા.
મંદિરના અધ્યક્ષે કહ્યું કે ઘટનાસ્થળે એસએફજેના આશરે 25 ખાલિસ્તાની આતંકી હતા જ્યાં 200ની નજીક ભારતીય લોકો હતા. બંને પક્ષો વચ્ચે મંદિરની બહાર રોડ પર કલાકો સુધી વિવાદ ચાલ્યો હતો. તેની જાણકારી સરે પોલીસને અપાઈ હતી જેના બાદ 20 પોલીસ અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને સ્થિતિને કાબૂમાં લઈ લીધી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp