'લડકી હું લડ સકતી હું...' આ રાજ્યથી પ્રિયંકા ગાંધીની 'ચૂંટણી રાજકારણ' માં એન્ટ્રી

'લડકી હું લડ સકતી હું...' આ રાજ્યથી પ્રિયંકા ગાંધીની 'ચૂંટણી રાજકારણ' માં એન્ટ્રી

06/18/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

'લડકી હું લડ સકતી હું...'  આ રાજ્યથી  પ્રિયંકા ગાંધીની 'ચૂંટણી રાજકારણ' માં એન્ટ્રી

Priyanka Gandhi : પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના પુત્રી પ્રિયંકા ગાંધી આખરે સત્તાવાર રીતે ચૂંટણી મેદાનમાં ઉતરવા જઇ રહ્યા છે. પ્રથમ વખત એવુ બનશે કે પ્રિયંકા ગાંધી ચૂંટણી મેદાનમાં ઉતરશે. તેઓ અગાઉ કોઇ પણ ચૂંટણી નથી લડયા. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી સમયે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના મહાસચિવ બનાવવામાં આવ્યા હતા અને તેમને પૂર્વી ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપવામાં આવી હતી. બાદમાં વર્ષ 2022માં ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમણે પ્રચાર કર્યો હતો, જે દરમિયાન તેમનું એક સુત્ર 'લડકી હું લડ સકતી હું' ચર્ચામાં રહ્યું હતું. હવે ખરેખર પ્રિયંકા ગાંધી માટે પોતાના આ સુત્રને સાકાર કરવાનો સમય આવી ગયો છે.


રાહુલ ગાંધી UPની રાયબરેલીની બેઠક ખાલી

રાહુલ ગાંધી UPની રાયબરેલીની બેઠક ખાલી

પ્રિયંકા ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી લોકસભાની પેટા ચૂંટણી લડશે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આ વખતની લોકસભાની ચૂંટણી રાયબરેલી અને વાયનાડ એમ બન્ને બેઠકો પરથી જંગી લીડથી જીત્યા હતા. નિયમ મુજબ રાહુલે એક બેઠક ખાલી કરવાની હોય છે. તેથી તેમણે વાયનાડની બેઠક જતી કરી છે. તેથી આ બેઠક પર ટૂંક સમયમાં પેટા ચૂંટણી યોજાશે. કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને આ બેઠક પરથી પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. કોંગ્રેસ અધ્યક્ષમલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય વરીષ્ઠ નેતાઓની બેઠક મળી હતી. જે દરમિયાન રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના રાયબરેલીની બેઠક ખાલી કરે કે કેરળના વાયનાડની તેના પર ચર્ચા થઇ હતી.


પ્રિયંકા ગાંધીનું નિવેદન

પ્રિયંકા ગાંધીનું નિવેદન

પ્રિયંકા ગાંધીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે વાયનાડ બેઠકનું પ્રતિનિધિત્વ કરવા મળશે તેથી હું ખુશ છું, હું ઇચ્છુ છું કે વાયનાડની જનતા રાહુલ ગાંધીની ગેરહાજરીને મહેસૂસ ના કરે. રાહુલની ગેરહાજરીનો ખાલીપો નહી રહેવા દઉ. જ્યારે વાયનાડથી બહેન પ્રિયંકાનું નામ જાહેર થતા રાહુલ ગાંધીએ ખુશી વ્યક્ત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે વાયનાડના લોકો હવે કહી શકશે કે તેમને ત્યાંથી બે લોકો પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, એક મારી બહેન પ્રિયંકા અને બીજો હું. વાયનાડની જનતા માટે મારા દરવાજા હંમેશા ખુલ્લા રહેશે. વાયનાડના દરેક વ્યક્તિને હું પ્રેમ કરું છું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top