હંમેશાને માટે નથી આવી રહ્યા છત્રપતિ શિવાજીના ‘વાઘનખ’, બ્રિટન કેમ પાછા જશે?
બ્રિટનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાંથી છત્રપતિ શિવરાજજી મહારાજના વાઘનખનું ભારત આવી રહ્યા છે. તેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં મ્યુઝિયમ મહારાષ્ટ્ર સરકાર સાથે એમઓયુ સાઈન કરવા જઈ રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ વાઘનખ આવતા સપ્તાહ સુધીમાં મહારાષ્ટ્ર લાવવામાં આવી શકે છે. જો કે અહેવાલો અનુસાર, આ વાઘનખ ત્રણ વર્ષ માટે જ ભારતમાં લાવવામાં આવશે. આ પછી તેને પાછા લેવામાં આવી શકે છે.
મહારાષ્ટ્રના સાંસ્કૃતિક મંત્રી સુધીર મુનગંટીવાર મંગળવારે એટલે કે 3જી ઓક્ટોબરે આ વાઘનખને લેવા બ્રિટન જવાના છે. આ વાઘનખ એટલા માટે પ્રખ્યાત છે કેમ કે આ નખથી શિવાજી મહારાજે અફઝલખાનની હત્યા કરી હતી. ઈસવિસન 1659માં પોતાના હાથે જ શિવાજીએ ધાતુના પંજા જેવું એક હથિયારને પોતાની સાથે રાખતા અને તેનાથી તેને અફઝલ ખાનની યોજનાને અસફળ કરી હતી અને તેની હત્યા કરી દીધી હતી.
મ્યુઝિયમ પણ આ માટે સહમત છે. એક નિવેદનમાં મ્યુઝિયમ તરફથી કહેવામાં આવ્યું છે કે તે એમઓયુ પર હસ્તાક્ષર કરવા માટે પણ તૈયાર છે. તેમણે કહ્યું કે, તેઓ ખુશ છે કે શિવાજીની 350મી જન્મજયંતિ પર વાઘનખને ભારત લાવવામાં આવી રહ્યું છે. તેને મર્યાદિત સમયગાળા માટે જ ભારત મોકલવામાં આવે તેવી અપેક્ષા છે. આ વાઘનખ એડનના જેમ્સ ગ્રાન્ટ ડફને આપવામાં આવ્યો હતો. આ વાઘનખ વિશે મ્યુઝિયમમાં લખેલું છે કે શિવાજીએ મુઘલ સેનાના સેનાપતિને આનાથી મારી નાખ્યા હતા.
મહારાષ્ટ્ર સરકારની આ પહેલ પર શિવસેના યુબીટી જૂથના ઘણા નેતાઓએ જુદા-જુદા પ્રશ્નો ઉઠાવ્યા છે. સંજય રાઉતે કહ્યું છે કે, આ શિવાજી મહારાજના વાઘનખનું અપમાન છે, આ હથિયાર માત્ર 3 વર્ષથી ભારતમાં લાવવામાં આવી રહ્યું છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે, વાઘનખને ભારત લાવવામાં આવી રહ્યો છે કે ત્યાંથી ઉધાર લાવવામાં આવી રહ્યા છે. આ સવાલો પર ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અપમાનજનક પ્રશ્નો પૂછવા એ શિવસેનાનો ઈતિહાસ રહ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp