ગાંધીનગરની ગિફ્ટ સિટીની બેંકો કેટલી કમાય છે? BJP સાંસદે રાજ્યસભામાં કેન્દ્રને પૂછ્યો સવાલ

ગાંધીનગરની ગિફ્ટ સિટીની બેંકો કેટલી કમાય છે? BJP સાંસદે રાજ્યસભામાં કેન્દ્રને પૂછ્યો સવાલ

08/01/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ગાંધીનગરની ગિફ્ટ સિટીની બેંકો કેટલી કમાય છે? BJP સાંસદે રાજ્યસભામાં કેન્દ્રને પૂછ્યો સવાલ

ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી (Gift City)ની બુધવારે રાજ્યસભામાં ચર્ચા થઈ હતી. મહારાષ્ટ્રના ભાજપના રાજ્યસભા સાંસદ અનિલ સુખદેવ રાવ બોંડેએ સરકારને પૂછ્યું કે ગુજરાતની ગિફ્ટ સિટીની બેંકો કેટલી નફાકારક છે? વડાપ્રધાનની પ્રેરણાથી બનેલી ગિફ્ટ સિટીમાં બેંકો કેવી રીતે કામ કરે છે, તેઓ કેટલી કમાણી કરે છે, જો તેઓ કમાણી કરે છે તો તેને મહારાષ્ટ્રમાં ખોલવામાં આવે. તેમણે માંગણી કરી હતી કે જો આ બેંકો સારું કરી રહીહોય તો તેને મહારાષ્ટ્રમાં પણ ખોલવી જોઇએ.


ગિફ્ટ સિટીની બેંકોનો 1250 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો

ગિફ્ટ સિટીની બેંકોનો 1250 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો

બોન્ડેના સવાલનો જવાબ રાજ્યસભામાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ આપ્યો હતો. ગયા વર્ષે રાજ્ય સરકારે શરતો સાથે ગિફ્ટ સિટીમાંથી દારૂ પરનો પ્રતિબંધ હટાવી લીધો હતો. ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી ગિફ્ટ સિટીના વિકાસ માટે વિશેષ પ્રયાસો કરી રહી છે. ગિફ્ટ સિટીનું પૂરું નામ ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી છે. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે 21 માર્ચ 2024 સુધી ગિફ્ટ સિટીની બેંકોએ 1250 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે.


GIFT સિટીમાં કુલ 6 બેંકો કાર્યરત

GIFT સિટીમાં કુલ 6 બેંકો કાર્યરત

તેમણે જણાવ્યું કે ગિફ્ટ સિટીની બેંકોએ 1 લાખ 80 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે હાલમાં GIFT સિટીમાં કુલ 6 બેંકો કાર્યરત છે.જેમાં બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, ઈન્ડિયા બેંક, SBI અને PNBનો સમાવેશ થાય છે. ગિફ્ટ સિટીને વૈશ્વિક ફિનટેક હબ બનાવવાના ઉદ્દેશ્યથી ગયા વર્ષના અંતમાં રાજ્ય સરકારે અહીં દારૂ પીવાની મંજૂરી પણ આપી હતી. દારું બંદીવાળા રાજ્યમાં સરકારે પરમિટ સાથે દારૂના વેચાણ અને સેવનને મંજૂરી આપી છે. ગિફ્ટ સિટી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનના હિસાબે બનાવવામાં આવી છે. ઘણી તમામ મોટી કંપનીઓની સાથે ઓસ્ટ્રેલિયાની 2 યુનિવર્સિટીઓએ પણ પોતાના કેમ્પસ ખોલ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top