Gujarat : ગુજરાત BJPમાં થઈ શકે છે મોટા ફેરફારો! સંગઠનના અનેક નેતાઓના પાસે લેવાશે રાજીનામાં

Gujarat : ગુજરાત BJPમાં થઈ શકે છે મોટા ફેરફારો! સંગઠનના અનેક નેતાઓના પાસે લેવાશે રાજીનામાં

01/13/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat : ગુજરાત BJPમાં થઈ શકે છે મોટા ફેરફારો! સંગઠનના અનેક નેતાઓના પાસે લેવાશે રાજીનામાં

ગુજરાત ડેસ્ક : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ હવે પ્રદેશ ભાજપમાં મોટા ફેરબદલ થઈ શકે છે. સંગઠનના હોદ્દા પર રહેલા જે વિધાનસભા જીત્યા તેમના રાજીનામા લેવાઈ શકે છે. મહત્વનું છે કે, ભાજપમાં 'એક વ્યક્તિ એક હોદ્દા'ની પોલીસી પર કામ થશે. આ તરફ ચૂંટણીમાં અનેક શહેર-જિલ્લાના પ્રમુખ ઉપ-પ્રમુખ, મહામંત્રી ચૂંટણી લડ્યા હતા. જોકે હવે પ્રદેશ સંગઠનના જેટલા નેતાઓ ચૂંટણી જીત્યા છે તેમના રાજીનામા લેવાશે.


'એક વ્યક્તિ એક હોદ્દા'ની પોલીસી

ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર એક વ્યક્તિ એક હોદ્દાની પોલીસી પર કામ કરવાની કવાયત શરૂ થઈ છે. વિગતો મુજબ આગામી દિવસોએ ભાજપમાં કેટલાક ફેરબદલ થશે. જેમાં સંગઠનના હોદ્દા પર રહેલા જે નેતાઓ વિધાનસભાની ચૂંટણી જીત્યા હોય તેઓના રાજીનામા લેવાશે. જેનો મુખ્ય હેતુ એક વ્યક્તિ એક હોદ્દાની પોલીસી પર કામ કરવાનો છે.


અનેક નેતાઓના લેવાશે રાજીનામાં

અનેક નેતાઓના લેવાશે રાજીનામાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અનેક નેતાઓ, આગેવાનોએ ઝંપલાવ્યું હતું. જેમાંથી અનેક વ્યક્તિની જીત પણ થઈ છે. જોકે હવે જે-જે નેતા કે આગેવાનોએ વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી છે તે પ્રદેશ સંગઠનના તમામના નેતાઓના રાજીનામાં લેવાશે. મહત્વનું છે કે, અનેક શહેર-જિલ્લાના પ્રમુખ ઉપ-પ્રમુખ, મહામંત્રી ચૂંટણી લડ્યા હતા.


રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ થશે ફેરફાર

રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ થશે ફેરફાર

મહત્વનું છે કે, દરવર્ષની જેમ આ વર્ષે પણ અમિત શાહ ઉત્તરાયણના તહેવારને લઈ ગુજરાત આવી રહ્યા છે. આજે મોડી સાંજે અમિત શાહ ગુજરાત આવશે. જોકે અમિત શાહની ગુજરાત મુલાકાત રાષ્ટ્રીય કારોબારી બેઠક યોજાશે. જોકે રાષ્ટ્રીય કારોબારીની બેઠક બાદ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનમાં ફેરફાર કરવામાં આવશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top