પીટરસને ભારત અને ઇંગ્લેન્ડની ટીમને વર્લ્ડ કપ ફાઇનલની બતાવી દાવેદાર, ન્યૂઝીલેન્ડના ક્રિકેટરે આપ્યો મજેદાર જવાબ
આ વખત ICC વન-ડે વર્લ્ડ કપનું આયોજન ભારતની મેજબાનીમાં થઈ રહ્યું છે. 5 ઑક્ટોબર 2023થી વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે, પરંતુ વર્લ્ડ કપ માટે પ્રેક્ટિસ મેચોની શરૂઆત થઈ ચૂકી છે. 30 સપ્ટેમ્બરના પણ બે મેચ રમાવાની હતી. તેમાંથી એક મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે થવાની હતી, પરંતુ ગુવાહાટીમાં સતત વરસાદ પડી રહ્યો હતો એટલે ટોસ બાદ મેચ ચાલુ જ ન થઈ શકી કેમ કે ભારત અને ઇંગ્લેન્ડને આ વર્લ્ડ કપના બે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
આ કારણે ઇંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટર કેવિન પીટરસને ભારત અને ઇંગ્લેન્ડની પ્રેક્ટિસ મેચ અગાઉ (અગાઉ ટ્વીટર) પર એક પોસ્ટ કરતા એ વાતના સંકેત આપ્યા હતા કે આ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઇંગ્લેન્ડ પહોંચવાની છે. કેવિન પીટરસને X પર લખ્યું હતું કે, ‘શું વર્લ્ડ કપની ફાઇનલ આજે પ્રેક્ટિસ મેચમાં રમાઈ રહી છે ભારત વર્સિસ ઇંગ્લેન્ડ.’ પીટરસનની આ ટ્વીટનો અર્થ હતો કે ભારત અને ઇંગ્લેન્ડની ટીમ જ વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચવાની છે. જો કે, ન્યૂઝીલેન્ડના ક્રિકેટર મિચેલ મેક્લેનેઘનને આ વાત પસંદ ન આવી અને તેણે પીટરસનની આ પોસ્ટનો જવાબ મજેદાર અંદાજમાં આપ્યો છે.
તેણે પીટરસનની પોસ્ટનો જવાબ આપતા લખ્યું કે, ‘ન્યૂઝીલેન્ડે કાલે તો રમી હતી ને ભાઈ’ મેક્લેનેઘને પોતાની આ પોસ્ટની પીટરસનને જવાબ આપતા કહ્યું કે, ન્યૂઝીલેન્ડે વર્લ્ડ કપ ફાઇનલમાં જવા માટે પ્રબળ દાવેદારી રજૂ કરી છે. ઉલ્લેખનીય છે કે ન્યૂઝીલેન્ડની ટીમ છેલ્લા 2 વર્લ્ડ કપમાં ફાઇનલ સુધી પહોંચી છે, પરંતુ વિજેતા બની શકી નથી. વર્ષ 2015ના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ફાઇનલ મેચ ઓસ્ટ્રેલિયા સાથે થઈ હતી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ એકતરફી મેચ જીતીને વર્લ્ડ કપ પોતાના નામે કરી લીધો હતો. તો વર્ષ 2019ની વર્લ્ડ કપ ફાઇનલ ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ હતી, જેમાં સુપર ઓવરમાં પણ મેચ ટાઈ થઈ ગઈ હતી, પરંતુ વધુ ચોગ્ગા મારવાના કારણે ઇંગ્લેન્ડને વિજેતા જાહેર કરી દેવામાં આવી હતી.
@BLACKCAPS played yesterday bro https://t.co/dYLjp5UkVQ — Mitchell McClenaghan (@Mitch_Savage) September 30, 2023
@BLACKCAPS played yesterday bro https://t.co/dYLjp5UkVQ
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp