કોરોનાની રસીથી બચાવવા માતાએ જ પુત્રોનું અપહરણ કર્યું, પૂર્વ પતિએ નોંધાવી ફરિયાદ

કોરોનાની રસીથી બચાવવા માતાએ જ પુત્રોનું અપહરણ કર્યું, પૂર્વ પતિએ નોંધાવી ફરિયાદ

01/06/2022 World

SidhiKhabar

SidhiKhabar

કોરોનાની રસીથી બચાવવા માતાએ જ પુત્રોનું અપહરણ કર્યું, પૂર્વ પતિએ નોંધાવી ફરિયાદ

વર્લ્ડ ડેસ્ક : દુનિયાભરનાં દેશોમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ વધતાં જાય છે. આ સાથે રસીકરણમાં પણ ઝડપ લાવવાના પ્રયત્નો થઇ રહ્યા છે. કેટલાક દેશોમાં બાળકોની રસીકરણની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સ્પેનમાં એક મહિલાએ ગજબનું કામ કર્યું. તેણે કોવીડ વેકસીનથી બચાવવા માટે પોતાનાં જ બે બાળકોનું અપહરણ કરી લીધું હતું.

મહિલાના પૂર્વ પતિએ બાળકોના અપહરણનો આરોપ લગાવ્યો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહિલા કોઈપણ જાતની જાણ કર્યા વગર બાળકોને વેક્સિનથી બચાવવા માટે પોતાની સાથે લઈને જતી રહી. જે બાદ સ્પેનના દક્ષિણી શહેર સેવિલેમાં રહેતા તેના પૂર્વ પતિએ તેનીઉપર અપહરણનો આરોપ લગાવ્યો હતો.


બાળકો પિતાની કસ્ટડીમાં હતા

બાળકો પિતાની કસ્ટડીમાં હતા

અધિકારીઓના જણાવ્યા અનુસાર, મહિલાના પૂર્વ પતિએ ડિસેમ્બર મહિનામાં ફરિયાદ નોધાવી હતી. પૂર્વ પતિએ આરોપ લગાવ્યો હતો કે, મહિલા કોઈપણ જાતની જાણ કર્યા વગર કે પરવાનગી લીધા વગર તેના 14 અને 12 વર્ષના બંને બાળકોને પોતાની સાથે લઈ ગઈ. જણાવવામાં આવ્યું છે કે, બાળકો પિતાની કસ્ટડીમાં હતા. મહિલાના પૂર્વ પતિનો આરોપ છે કે, 4 નવેમ્બર પછી તેણે પોતાનાં બાળકોને જોયા નથી. તેણે કહ્યું કે, તેને નક્કી કરવાનો અધિકાર છે કે બાળકોને રસી આપવી કે નહીં.


સ્પેનમાં બાળકોનું રસીકરણ અભિયાન

સ્પેનમાં બાળકોનું રસીકરણ અભિયાન

સ્પેનના ગાર્ડિયા સિવિલ પોલીસ ફોર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, બુધવારે બપોરે બે સગીર બાળકોને તેમના પિતાને સોંપવામાં આવ્યા હતા. સ્પેન સહિત વિશ્વના ઘણા દેશોમાં ઓમિક્રોન અને અન્ય પ્રકારોના કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. દરમિયાન, સ્પેને અન્ય કેટલાક યુરોપિયન દેશો સાથે મળીને 15 ડિસેમ્બરે કોવિડ-19 સામે રક્ષણ મેળવવા 5 થી 11 વર્ષની વયના બાળકોને વેક્સિન આપવાનું શરૂ કર્યું હતું. દેશમાં 90 ટકાથી વધુ લોકોને કોરોના રસીના બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top