ગાંધીધામમાં રહેતી દીકરીની હત્યા, પિતાએ મરઘાની જેમ કાપી ડોક, લાશ જંગલમાં નાખી, કારણ ચોંકાવનાર

ગાંધીધામમાં રહેતી દીકરીની હત્યા, પિતાએ મરઘાની જેમ કાપી ડોક, લાશ જંગલમાં નાખી, કારણ ચોંકાવનાર

11/29/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ગાંધીધામમાં રહેતી દીકરીની હત્યા, પિતાએ મરઘાની જેમ કાપી ડોક, લાશ જંગલમાં નાખી, કારણ ચોંકાવનાર

રાજસ્થાનના નાનકડા શહેર પાલીમાં એવી નિર્મમ હત્યાનો કિસ્સો બન્યો છે જેને જોઈને પોલીસ અધિકારીઓ પણ આઘાત પામ્યાં હતા. હત્યારો પિતા છે અને જેની હત્યા કરવામાં આવી છે તે પરિણીત પુત્રી છે જે લગ્નના બાર વર્ષ પછી પહેલી વાર ગુજરાતના ગાંધીધામથી રાજસ્થાનના પાલીમાં આવેલા તેના પિયરે આવી હતી. પિતા આ જ દિવસની રાહ જોઈને બેઠો હતો. પિતા દીકરીને બાઈક પર બેસાડીને જંગલ લઈ ગયો હતો જ્યાં ચાકૂથી ગળું કાપીને તેની લાશને પેટ્રોલ છાંટીને સળગાવી દીધી હતી. હત્યા બાદ નાસી છૂટેલા પિતાની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટના સિરયારી પોલીસ સ્ટેશન વિસ્તારની છે.


બહાનું કાઢીને જંગલ લઈ ગયો ત્યાં ચાકૂથી કરી હત્યા

બહાનું કાઢીને જંગલ લઈ ગયો ત્યાં ચાકૂથી કરી હત્યા

પુત્રીનું નામ નિરમા દેવી છે જે પતિ સાથે ગુજરાતના ગાંધી ધામમાં રહતી હતી. પિયરમાં સગાના લગ્નપ્રસંગે તે પાલી આવી હતી ત્યાં તેમની નાની બહેન અને પિતા શિવલાલને મળી હતી, આ દરમિયાન શિવલાલે દીકરીની હત્યાનો પ્લાન ઘડ્યો હતો અને તે પ્રમાણે તેને નાની દીકરી માટે છોકરો જોવાને બહાને બાઈક પર બેસાડીને જંગલ લઈ ગયો અને જંગલમાં ચાકૂથી તેની હત્યા બાદ લાશ પેટ્રોલથી સળગાવીને ઘેર આવતો રહ્યો હતો.


ઘેર આવીને લોહીવાળા હાથ ધોયા

મંગળવારે બપોરે તે ગામની બહાર જંગલમાં ગયો હતો અને નાની દીકરીને બાઈક પરથી ઉતારીને કહ્યું હતું કે નિરમાને કોઈ કામ છે, હું લઈ જાઉં છું અને ઘરે પરત ફરી રહ્યો છું. નાની છોકરીને કંઈ સમજાયું નહીં પણ તે ઘરે પાછી જતી રહી. થોડીવાર પછી શિવલાલ ઘરે પાછો ફર્યો અને ટાંકીમાં લોહીથી ખરડાયેલા હાથ ધોવા લાગ્યો. દીકરીએ પિતા પાસે મોટી બહેન માટે પૂછ્યું તો શિવલાલ ત્યાંથી ભાગી ગયો. નાની દીકરીની ચીસો સાંભળીને પાડોશના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને બાદમાં મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો. પોલીસે જંગલ જઈને અર્ધબળેલી લાશ કબજે કરી હતી.


પિતાએ કેમ કરી દીકરીની હત્યા

શિવલાલ અને તેની પત્ની થોડા સમય પહેલા જ અલગ થયા હોવાનું સામે આવ્યું છે. શિવલાલ પોતાની પત્નીથી અલગ થવાના પાછળ નિરમાને જવાબદાર માનતા હતા. આથી નિરમાની હત્યા કરવામાં આવી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top