ચીનમાં મુસ્લિમોને બાળકો પેદા કરવા પર પ્રતિબંધ, મોટાભાગની મસ્જિદો તોડી નંખાઈ

ચીનમાં મુસ્લિમોને બાળકો પેદા કરવા પર પ્રતિબંધ, મોટાભાગની મસ્જિદો તોડી નંખાઈ

01/07/2022 World

SidhiKhabar

SidhiKhabar

ચીનમાં મુસ્લિમોને બાળકો પેદા કરવા પર પ્રતિબંધ, મોટાભાગની મસ્જિદો તોડી નંખાઈ

વર્લ્ડ ડેસ્ક: ચીનના ઉઈગર મુસલમાનો ઉપર થતો અત્યાચાર અને તેમના નરસંહાર અંગે હવે આખી દુનિયા જાણે છે. ચીનમાં હવે મુસ્લિમોની વસ્તી ખતમ થવાની કગાર પર છે. અહીં મુસ્લિમો ઉપર જોર જુલમ કરવામાં આવે છે તો લાખો ઉઈગરોને સુધારણાના નામે ડિટેન્શન કેમ્પમાં બંધ કરીને તેમની નસબંદી કરાવવામાં આવે છે. ચીનનો મકસદ સ્પષ્ટ છે- કાં તો મુસ્લિમોની વસ્તી નષ્ટ થઇ જાય અથવા તેઓ ચીની પરંપરા અપનાવી લે.


ચીનમાં મુસ્લિમો પર થતા અત્યાચાર અંગે સમયાંતરે અહેવાલો પ્રસિદ્ધ થતા રહે છે. હવે આવો અન્ય એક રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ચીનમાં ઉઈગર અને અન્ય મુસ્લિમો ઉપર બાળકો પેદા કરવા પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. એક તરફ વૃદ્ધ થઇ રહેલ ચીન વન ચાઈલ્ડ પોલિસી નાબૂદ કરીને વધુ બાળકો પેદા કરવા તરફ લોકોને પ્રોત્સાહિત કરી રહ્યું છે ત્યાં બીજી તરફ ઉઈગર મુસ્લિમોને બાળકો પેદા કરતા રોકવામાં આવી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, ચીનના શિનજિયાંગ પ્રાંતમાં સરકાર જન્મ નિયંત્રણ અભિયાન ચલાવી રહી છે. અહીં મુસ્લિમ મહિલાઓનો નિયમિતપણે પ્રેગનન્સી ટેસ્ટ કરવામાં આવે છે. જો કોઈ મહિલા ગર્ભવતી હોવાનું જાણવા મળે તો તેને બળજબરીથી ગર્ભ નિરોધક ગોળી આપી દેવામાં આવે છે.


એટલું જ નહીં, ચીનની મોટાભાગની મસ્જિદો તોડી નાંખવામાં આવી છે. કેટલીક મસ્જિદોના આકાર બદલી નાંખવામાં આવ્યા છે અને તેને સામાન્ય ઇમારતો જેવી કરી નાંખવામાં આવી છે. અહીં મુસ્લિમ યુવાનોએ દાઢી રાખવા, રોજ નમાઝ પઢવા અને ટોપી પહેરવા પર પણ વણલખ્યો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉપરાંત, ઉઈગરોના બોડી સ્કેનિંગ તેમજ તેમના અવાજ અને મોબાઈલનું પણ ચેકિંગ કરવામાં આવે છે.

એક અહેવાલ અનુસાર, વર્ષ 2016 થી 2018 વચ્ચે અહીં લગભગ 60 હજાર લોકોની નસબંદી કરવામાં આવી હતી. આ પહેલા ગયા મહિને એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે કઈ રીત ચીને ડિટેન્શન સેન્ટરમાં લાખો મુસ્લિમોને કેદ કરી તેમની નસબંદી કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ માટે 300 થી 400 શેલ્ટર હોમ બનાવીને દસ લાખ લોકોને કેદ કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top