નવસારી જિલ્લાનું ધો.12 સાયન્સનું 65.06 ટકા પરિણામ.
A1 માં એકમાત્ર એબી સ્કુલ કાલિયાવાડીની વિદ્યાર્થી ખુશી આહીર. ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 સાયન્સ(વિજ્ઞાન પ્રવાહ)નું પરિણામ આજે બોર્ડની વેબસાઈટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નવસારી જિલ્લાનું પરિણામ 65.06 ટકા રહ્યું છે. જિલ્લામાં કેન્દ્રમાં સૌથી ઉંચું પરિણામ નવસારી કેન્દ્રનું 78.73 ટકા નોંધાયું છે. જ્યારે સૌથી નીચું પરિણામ વાંસદા કેન્દ્રનું 46.40 ટકા રહ્યું છે. જિલ્લામાં A1 ગ્રેડ મેળવનાર એકમાત્ર વિદ્યાર્થીની કાલિયાવાડીની એબી સ્કૂલની છે. નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યના ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓની બોર્ડના પરિણામની રાહ જોઇને બેઠા હતા. તે આતુરતાનો આજે અંત આવ્યો હતો. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે રવિવારે સવારે બોર્ડની વેબસાઈટ ઉપર પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગત ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે બોર્ડનું પરિણામ થોડું ઓછું જણાયું છે. નવસારી જિલ્લાની વાત કરીએ તો નવસારી જિલ્લાનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 65.06 નોંધાયું છે. નવસારી જિલ્લામાં કેન્દ્રવાર ટકાવારી જોઈએ તો નવસારી કેન્દ્ર સૌથી ઉંચું પરિણામ 78.73 ટકા પરિણામ નોંધાયું છે. જ્યારે સૌથી નીચું વાસદા કેન્દ્રનું પરિણામ 46.40 ટકા નોંધાયું છે. નવસારી જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં કુલ 4801 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાંથી 4799 વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી. આ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓમાંથી કુલ 3122 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જેને પગલે નવસારી જિલ્લાનું બોર્ડનું પરિણામ 65.06 ટકા નોંધાયું છે. નવસારી જિલ્લામાં એકમાત્ર વિદ્યાર્થીની A1 ગ્રેડ મેળવવમાં સફળ રહી છે.નવસારીમાં કાલીયાવાડી સ્થિત એ.બી.સ્કુલની વિદ્યાર્થીની ખુશી રાજેશકુમાર આહીરએ 92 ટકા મેળવી આ સિદ્ધિ મેળવી છે. નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી અને એબી સ્કૂલના ટ્રસ્ટી મંડળ,શિક્ષકો અને શાળા પરિવારના તમામ સભ્યોએ તેને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.
કેન્દ્ર/નોંધાયેલ વિદ્યાર્થીઓ /બેઠા/પાસ/ટકા. નવસારી/1824/1823/1428/78.73 ટકા. બીલીમોરા/923/923/619/67.06 ટકા. ચીખલી/1344/1344/746/55.51 ટકા. વાંસદા/710/ 709/329/46.40 ટકા.
A1 -1 A2 -97 B1-302 B2-629 C1-879 C2-1027 D-185 E1-02 Ni- 1679
નીચે મુજબની શાળાઓએ ૯૦%થી ઉપરનું પરિણામ હાંસલ કરીને ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો.
નવસારી જિલ્લામાં એકમાત્ર વિદ્યાર્થીની A1 ગ્રેડ મેળવવામાં સફળ રહી છે. નવસારીમાં કાલીયાવાડી સ્થિત એ.બી.સ્કુલની વિદ્યાર્થીની ખુશી રાજેશકુમાર આહીરએ 92 ટકા મેળવી આ સિદ્ધિ મેળવી છે. નવસારી જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરી અને એબી સ્કૂલના ટ્રસ્ટી મંડળ, શિક્ષકો અને શાળા પરિવારના તમામ સભ્યોએ તેને અભિનંદન અને શુભેચ્છા પાઠવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp