ફ્રાંસમાંથી વૈજ્ઞાનિકોએ કોરોનાનો વધુ એક વેરિયન્ટ શોધી કાઢ્યો, 46 વાર બદલી ચૂક્યો છે સ્વરૂપ

ફ્રાંસમાંથી વૈજ્ઞાનિકોએ કોરોનાનો વધુ એક વેરિયન્ટ શોધી કાઢ્યો, 46 વાર બદલી ચૂક્યો છે સ્વરૂપ

01/04/2022 World

SidhiKhabar

SidhiKhabar

ફ્રાંસમાંથી વૈજ્ઞાનિકોએ કોરોનાનો વધુ એક વેરિયન્ટ શોધી કાઢ્યો, 46 વાર બદલી ચૂક્યો છે સ્વરૂપ

વર્લ્ડ ડેસ્ક: આખું વિશ્વ હાલ કોરોનાનાં નવા વેરિયન્ટ ઓમિક્રોન સામે લડી રહ્યું છે ત્યારે ફ્રાંસમાં કોરોનાનો વધુ એક વેરિયન્ટ મળી આવ્યો છે. જાણવા મળ્યા મુજબ, આ વેરિયન્ટ 46 વખત સ્વરૂપ બદલી ચૂક્યો છે. જે મ્યુટેશન ઓમિક્રોન કરતા પણ વધુ છે.

સમાચાર અહેવાલ અનુસાર, આ નવા વેરિયન્ટ B.1.640.2 ની શોધ ફ્રાંસના IHU મેડીટેરેન્સ ઇન્ફેક્શનના નિષ્ણાતોએ કરી છે. તેમણે કહ્યું કે આ નવા વેરિયન્ટમાં 46 મ્યુટેશન જોવા મળ્યા છે, જે ઓમિક્રોન કરતાં પણ વધુ છે. ફ્રાંસના માર્સેલમાં વેરિયન્ટના 12 કેસ જોવા મળ્યા છે, આ તમામ લોકો દક્ષિણ આફ્રિકાના કેમરૂનથી આવ્યા હતા.


હાલ આ વેરિયન્ટ કેટલો ઘાતક અને સંક્રામક છે તે અંગે વધુ જાણકારી મળી શકી નથી. કારણ કે ફ્રાંસ હાલ ઓમિક્રોનથી બહુ ખરાબ રીતે અસરગ્રસ્ત થયું છે. હાલ નોંધાતા કુલ કેસમાંથી 60 ટકા કેસ ઓમિક્રોનનાં જોવા મળી રહ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે આ નવો વેરિયન્ટ બહુ ઝડપથી ફેલાઈ રહ્યો નથી.

હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ વેરિયન્ટ અન્ય દેશોમાં પણ ફેલાયો છે કે નહીં. જો તેમ હશે તો WHO તેને અન્ડર ઈન્વેસ્ટીગેશનનું લેબલ આપીને તપાસ કરશે. આ વેરિયન્ટને B.1.640.2 કહેવાયો છે. જે સપ્ટેમ્બરમાં કાંગોમાં શોધાયેલા B.1.640.1 વેરિયન્ટથી જુદો છે.

એક મીડિયા અહેવાલ જણાવે છે કે, નવા વેરિયન્ટની શોધ કરતી ટીમના પ્રોફેસર ફિલિપ કોલસને કહ્યું કે, ટેસ્ટમાં જાણવા મળ્યું છે કે તે E484K મ્યુટેશનથી બન્યો છે, જેની પર વેક્સિનની અસર ઓછી થાય છે. જોકે, આ અંગે વધુ અભ્યાસ બાદ જ અન્ય વિગતો બહાર આવી શકશે.

નવા વેરિયન્ટ પહેલા દક્ષિણ આફ્રિકામાંથી મળી આવેલા ઓમિક્રોન વેરિયન્ટે દુનિયાભરના દેશોની ચિંતા વધારી દીધી છે. ખાસ કરીને અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ જેવા દેશો ઓમિક્રોનથી અસરગ્રસ્ત થયા છે અને રોજ લાખો કેસ આવી રહ્યા છે. ભારતમાં પણ આ નવા વેરિયન્ટના 1892 કેસ આવ્યા છે. જોકે, રાહતની વાત એ છે કે ઓમિક્રોન ડેલ્ટા કરતા સંક્રમણ વધુ ઝડપથી પામે છે પરંતુ તે એટલો ઘાતક નથી અને લોકો હોસ્પિટલમાં દાખલ થયા વિના સાજા થઇ રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top