નવો વક્ફ કાયદો આવી ગયો અમલમાં, મોદી સરકારે બહાર પાડ્યું ગેઝેટ

નવો વક્ફ કાયદો આવી ગયો અમલમાં, મોદી સરકારે બહાર પાડ્યું ગેઝેટ

04/09/2025 National

SidhiKhabar

SidhiKhabar

નવો વક્ફ કાયદો આવી ગયો અમલમાં, મોદી સરકારે બહાર પાડ્યું ગેઝેટ

કેન્દ્ર સરકારે વક્ફ (સંશોધન) અધિનિયમ, 2025ને સત્તાવાર રીતે લાગૂ કર્યો છે. સંસદના બંને ગૃહો દ્વારા પસાર થવા અને રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યાના થોડા દિવસોમાં આ કાયદો અમલમાં આવ્યો હતો. આ સાથે, દેશમાં વક્ફ સંબંધિત કાયદાઓમાં મહત્ત્વપૂર્ણ ફેરફારો ઔપચારિક રીતે લાગૂ કરવામાં આવ્યા છે.

કેન્દ્રએ વક્ફ (સંશોધન) અધિનિયમ 2025ને 8 એપ્રિલ, 2025થી અમલમાં મૂકતી એક સત્તાવાર અધિસૂચના બહાર પાડી છે. આ સૂચના ધ ગેઝેટ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત કરવામાં આવી છે. લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા એક જાહેરનામા અનુસાર, કેન્દ્ર સરકારે, કાયદાની કલમ 1ની પેટા-કલમ (2) હેઠળ 8 એપ્રિલ, 2025ના રોજ એ તારીખ જાહેર કરી છે, જે દિવસથી વક્ફ (સંશોધન) અધિનિયમ, 2025ની બધી જોગવાઈઓ અમલમાં આવી જશે.


વક્ફ (સંશોધન) અધિનિયમ, 2025માં શું ખાસ છે?

વક્ફ (સંશોધન) અધિનિયમ, 2025માં શું ખાસ છે?

આ સંશોધન હેઠળ, વક્ફ બોર્ડોની કામગીરીમાં સુધારો, મિલકતના રેકોર્ડનું ડિજિટાઇઝેશન અને અનધિકૃત કબજા સામે કડકાઇ જેવી અનેક જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, સામાન્ય જનતાને વક્ફ મિલકતો વિશે માહિતી મેળવવા માટે વધુ અધિકારો પણ આપવામાં આવ્યા છે. સરકારનું કહેવું છે કે આ પગલું સુધાર, પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા તરફનો એક મહત્ત્વપૂર્ણ પ્રયાસ છે.

તો, કેટલાક વિપક્ષી પક્ષો અને મુસ્લિમ સંગઠનોએ સંશોધનમાં "માલિકી અધિકારો પર હસ્તક્ષેપ" થવાની આશંકા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે સંશોધનની કેટલીક જોગવાઈઓ વક્ફ તરીકે જાહેર કરાયેલી ખાનગી મિલકતોને પડકારવાની પ્રક્રિયાને જટિલ બનાવી શકે છે. આની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 6 અરજીઓ દાખલ કરવામાં આવી છે.


વક્ફ મિલકત શું છે?

વક્ફ મિલકત શું છે?

વક્ફ મિલકત એ હોય છે જે મુસ્લિમ દ્વારા ધાર્મિક, પોરપકારી અથવા સામાજિક હેતુઓ માટે કાયમી ધોરણે દાન કરવામાં આવે છે. આ મિલકતોનું સંચાલન રાજ્ય વક્ફ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. હાલમાં, દેશભરમાં લાખો એકર જમીન વક્ફ મિલકત હેઠળ આવે છે. આમ છતા, તેમાંથી થતી આવક ન્યૂનતમ છે અને તેનો મોટો ભાગ વહીવટી ખર્ચમાં જાય છે. આ જ કારણ છે કે લાંબા સમયથી તેના સંચાલનમાં સુધારો કરવાની માગ ઉઠતી રહી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top