આ વર્ષે IPLમાં કઈ ટીમ કરશે શાનદાર પ્રદર્શન ? : પૂર્વ ક્રિકેટર સ્કોટ સ્ટાઇરિશે લગાવ્યું અનુમાન.

આ વર્ષે IPLમાં કઈ ટીમ કરશે શાનદાર પ્રદર્શન ? : પૂર્વ ક્રિકેટર સ્કોટ સ્ટાઇરિશે લગાવ્યું અનુમાન.

09/16/2020 Sports

SidhiKhabar

SidhiKhabar

આ વર્ષે IPLમાં કઈ ટીમ કરશે શાનદાર પ્રદર્શન ? : પૂર્વ ક્રિકેટર સ્કોટ સ્ટાઇરિશે લગાવ્યું અનુમાન.

મુંબઈ: દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ડિયન પ્રીમિયર લિગ (IPL) ટી-20 શ્રેણીનું આયોજન કરવાનો નિર્ણય લેવાયા બાદ હવે તેની શરૂઆતનો દિવસ નજીક આવી રહ્યો છે. વિશ્વની સૌથી પ્રખ્યાત લિગ કહેવાતી IPL આ વર્ષે UAE (સંયુક્ત અરબ અમીરાત)માં રમાનાર છે. જોકે સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને આ વર્ષે ખાસ ચુસ્ત નિયમોને અનુસરીને જ ક્રિકેટ મેચો રમાશે. આ દરમિયાન IPLના ચાહકો અનુમાન લગાવવામાં વ્યસ્ત છે કે આ વર્ષે કઈ ટીમ મોખરે રહેશે અને કઈ ટીમોનું પ્રદર્શન નબળું રહેશે. કઈ કઈ ટીમો સેમિ ફાઈનલ સુધી અને ફાઈનલ સુધી પહોંચી શકે છે તે વિશે પણ ચાહકો અટકળ કરી રહ્યા છે. ત્યારે ન્યૂઝીલેન્ડના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સ્કોટ સ્ટાઇરિશે પણ પોતાના અનુભવ અને તર્કને આધારે IPLની ટીમો અંગે અનુમાન લગાવ્યું છે.

સ્કોટ સ્ટાઇરિશે અનુમાન કર્યું છે કે આ વર્ષે IPLની મેચો બાદ કઈ ટીમ શ્રેષ્ઠ પુરવાર થશે શકે છે અને કઈ ટીમનો ધબડકો થઈ શકે. આગામી 19 સપ્ટેમ્બરે, એટલે કે 3 દિવસ પછી UAE ખાતે શરૂ થઈ રહેલી IPL લિગનો છેલ્લો લિગ મેચ 3 નવેમ્બરે રમાશે. તેને આધારે ટીમોનું રેન્કિંગ કરવામાં આવે છે કે કઈ ચાર ટીમ ક્વોલિફાયર્સમાં જશે અને કઈ ટીમો લિગમાંથી બહાર થઈ જશે. પરંતુ સ્કોટ સ્ટાઇરિશે અનુમાન લગાવતાં કહ્યું છે કે દિલ્હી કેપિટલ્સ આ વખતે મોખરે રહેશે.

દિલ્હી કેપિટલ્સના કપ્તાન તરીકે યુવાન ખેલાડી શ્રેયસ ઐયરના નેતૃત્વ હેઠળ આ વર્ષે ટીમ ટોપ પર રહેશે એવો તર્ક સ્ટાઇરિશે કર્યો છે. પોઈન્ટ ટેબલમાં સૌથી પહેલા સ્થાન પર દિલ્હી કેપિટલ્સ રહેશે જ્યારે સૌથી છેલ્લા સ્થાને રાજસ્થાન રોયલ્સ રહેશે. સ્ટાઇરિશના મતે દિલ્હી કેપિટલ્સ દરેક વિભાગમાં મજબૂત છે અને તેની પાસે એક એકથી ચઢિયાતા મેચ વિનર્સ છે. સ્ટાઇરિશે બીજા સ્થાને હાલની વિજેતા ટીમ મુંબઈ ઇન્ડિયન્સને મૂકી છે. તેમણે ત્રીજા નંબરે કોલકાતા નાઇટ રાઈડર્સને પસંદ કરી છે અને ચોથા નંબર પર ચેન્નાઈ સુપરકિંગ્સ ક્વોલિફાય કરશે તેવું અનુમાન લગાવ્યું છે.

 સ્ટાઇરિશે વધુમાં કહ્યું હતું કે, આ વર્ષે સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ ક્વોલિફાયર મેચોમાંથી બહાર થઈ શકે છે. તેમણે આ ટીમોને ઊતરતા ક્રમે અનુક્રમે પાચમા, છઠ્ઠા, સાતમા અને આઠમા સ્થાને મૂકી છે. સ્ટાઇરિશે આ અનુમાન ટ્વિટ કરીને આપ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top