'એટલા બધા બાળકો પેદા કરી દીધા, હવે..', લાલુ પર નીતિશની લપસી જીભ

'એટલા બધા બાળકો પેદા કરી દીધા, હવે..', લાલુ પર નીતિશની લપસી જીભ

04/21/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

'એટલા બધા બાળકો પેદા કરી દીધા, હવે..', લાલુ પર નીતિશની લપસી જીભ

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂર્ણિયામાં બનમનખીમાં NDA ઉમેદવાર માટે પ્રચાર કરતાં લાલુ પરિવાર પર અપ્રત્યક્ષ રૂપે કટાક્ષ કર્યો. તેમની વિવાદિત ટિપ્પણીથી વિપક્ષ નારાજ થઈ ગયું છે. નીતિશ કુમારે ચૂંટણી પ્રચાર દરમિયાન ભાઈ-ભત્રીજાવાદના આધાર પર લાલુ પરિવાર પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે, ભ્રષ્ટાચારના કેસોના કારણે તેમને (લાલુ પ્રસાદ યાદવ)ને ગાદી છોડવી પડી, ત્યારબાદ તેમણે પોતાની પત્નીને મુખ્યમંત્રી બનાવ્યા. હવે તેઓ બાળકોને  પ્રોત્સાહન આપી રહ્યા છે. તેમણે ઘણા બાળકો પેદા કર્યા છે. શું કોઈએ આટલા બાળકો પેદા કરવાની જરૂરિયાત છે?


બંને ખરાબીઓ RJDની પર્યાય બની ગઈ છે

બંને ખરાબીઓ RJDની પર્યાય બની ગઈ છે

નીતિશ કુમારે કહ્યું કે, તેમની દીકરીઓ અને 2 પુત્ર પહેલાથી જ સક્રિય રાજનીતિમાં છે. તેઓ વાસ્તવમાં શું કરે છે? તેઓ પોતાની સનસનીખેજ ટિપ્પણીઓથી લાઇમલાઇટ મેળવે છે. નીતિશ કુમારના માર્ગે ચાલતા JDU પ્રવક્તા પરિમલ કુમારે ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચાર માટે RJDની નિંદા કરી. તેમણે દાવો કર્યો કે આબંને ખરાબીઓ RJDની પર્યાય બની ગઈ છે. તેમણે કહ્યું કે, RJD ભારતીય લોકતંત્ર માટે સ્પષ્ટ જોખમ છે. પરિવારના સભ્યોને સ્થાપિત કરવું સ્પષ્ટ રૂપે ભારતીય લોકતાંત્રિક મૂલ્યો વિરુદ્ધ છે.


RJDએ પલટવાર કરીને નીતિશને આપ્યો જવાબ:

RJDએ પલટવાર કરીને નીતિશને આપ્યો જવાબ:

આ મામલે મીસા ભારતીએ કહ્યું કે, સમજમાં આવી રહ્યું નથી કે તેના પર શું બોલીએ. બિહારની જનતા સમજશે. બિહારના મુખ્યમંત્રી શું કહેવા માગે છે. જ્યારે અમારી સાથે હતા તો તેમને ખબર નહોતી. હવે મોદીજીએ બંધ કરી દીધા છે તો કાકાએ પરિવરવાદ પર બોલવાનું શરૂ કર્યું છે. તો કોંગ્રેસ પ્રવક્તા જ્ઞાન રંજને દાવો કર્યો કે લાલુ પરિવાર પર નીતિશની વ્યક્તિગત ટિપ્પણી સ્પષ્ટ કરે છે કે નીતિશ પાસે રાજ્યના વર્તમાન અને ભવિષ્ય બાબતે પોતાના દૃષ્ટિકોણ બાબતે બોલવા કંઇ નથી. નીતિશે જમીની સ્તર પર આકર્ષણ અને સંપર્ક ગુમાવી દીધો છે અને હવે તેઓ બ્રાન્ડ બિહારના રાજદૂત નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top