…તો રાયપુરમાં ન થતી ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી T20 મેચ? જાણો શું છે સમગ્ર મામલો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે નવા રાયપુરના શહીદ વીર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં 1 ડિસેમ્બરે 5 મેચોની સીરિઝની ચોથી મેચ રમાઈ ગઈ. આ સ્ટેડિયમમાં નિયમિત વીજ કનેક્શન નથી કેમ કે છેલ્લા ઘણા વર્ષોથી રાજ્ય સરકારના અધિકારીઓએ વીજ બિલ ભર્યું નથી. એવામાં આ મેચ અગાઉ ઘણા સવાલ ઉઠી રહ્યા હતા કે શું આ મેચ થઈ શકશે? એક રિપોર્ટ મુજબ, હવે બાકી બિલ 3 કરોડ રૂપિયા કરતાં વધુ થઈ ગયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, તેની અસર અહી થનારી મેચ પર કોઈ પ્રભાવ ન પડતો કેમ કે છત્તીસગઢ રાજ્ય ક્રિકેટ સંઘ (CSCS) જ્યારે પણ જરૂરી હોય તો છત્તીસગઢ રાજ્ય વિદ્યુત વિતરણ કંપની લિમિટેડ (CSPDCL) પાસે એક અસ્થાયી કનેક્શન પ્રાપ્ત કરે છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચ અગાઉ ઘણા મીડિયા રિપોર્ટમાં મેચને લઈને તમામ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. હવે આ મામલે CSPDCLના અધિક્ષક ઇજનેર (રાયપુર સર્કલ) અશોક ખંડેલવાલનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું કે સ્ટેડિયમ નિર્માણ સમિતિની અરજી પર વર્ષ 2010માં સ્ટેડિયમમાં વીજ કનેક્શન આપવામાં આવ્યું હતું. વર્ષ 2018 સુધી બાકી બિલ 3.16 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું, ત્યારબાદ વીજ પુરવઠો કાપી દેવામાં આવ્યો. ત્યારબાદ સ્ટેડિયમ ઓથોરિટી 200 KVAના અસ્થાયી કનેક્શન માટે અરજી કરી જે આપી દેવામાં આવ્યું કેમ કે લોકો અહી મેચ જોવા આવે છે. શુક્રવારે મેચ માટે પણ છત્તીસગઢ રાજ્ય ક્રિકેટ સંઘે અસ્થાયી કનેક્શન લીધું અને કંપની પાસે 10 લાખ રૂપિયા જમા કર્યા. અમે બાકી રકમની વસૂલી માટે રાજ્ય રમત ગમત અને યુવા કલ્યાણ વિભાગને નોટિસ મોકલી છે. વિભાગે અગાઉ બજેટિય પ્રાવધાનની કમીનો સંદર્ભ આપ્યો હતો. હાલમાં જ તેણે આશ્વાસન આપ્યું છે કે, બધા પેન્ડિંગ બિલોની ચૂકવણી કરી દેવામાં આવશે.
છત્તીસગઢ ક્રિકેટ સંઘના અધ્યક્ષ જુબિન શાહે કહ્યું કે, ક્રિકેટ એસોસિએશન પાસે સ્ટેડિયમનું સ્વામિત્વ નથી. તેનું સ્વામિત્વ રાજ્ય સરકાર પાસે છે અને તેનું મેનેજમેન્ટ રમત ગમત અને યુવા કલ્યાણ વિભાગ અને લોક નિર્માણ વિભાગ દ્વારા કરવામાં આવે છે. એસોસિએશનનું સ્ટેડિયમનું વીજ બિલ ચૂકવવાનું બાકી નથી. અસ્થાયી વીજ કનેક્શન સિવાય અમારી પાસે પોતાના એક્સટ્રાનલ પાવર સોર્સ છે. અગાઉ પણ ત્યાં આ પ્રકારે મેચ આયોજિત કરાવી હતી. સ્ટેડિયામાં ફલડલાઇટ જનરેટર દ્વારા સંચાલિત છે કેમ કે જો વીજ પુરવઠો બાધિત થઈ જાય છે તો લાઇટ ફરી શરૂ કરવામાં અડધો કલાક લાગી જાય છે.
BCCIના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે મેચને લઈને કોઈ જોખમ નથી. બધી જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે અને મેચ નક્કી કાર્યક્રમ મુજબ થશે. જે થઇ પણ. આ અધિકારી એમ પણ કહ્યું હતું કે મેચ દરમિયાન કોઈ પણ પ્રકારની વીજ ટ્રિપથી બચવા માટે ફ્લડ લાઇટો હંમેશાં જનરેટર પર રહે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp