સાચી સાબિત થઈ દાર્શનિક નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી, 450 વર્ષ અગાઉ ઈઝરાયેલ માટે કહી હતી આ વાત

સાચી સાબિત થઈ દાર્શનિક નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી, 450 વર્ષ અગાઉ ઈઝરાયેલ માટે કહી હતી આ વાત

10/09/2023 WAR UPDATES

SidhiKhabar

SidhiKhabar

સાચી સાબિત થઈ દાર્શનિક નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી, 450 વર્ષ અગાઉ ઈઝરાયેલ માટે કહી હતી આ વાત

ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂએ અંતે પોતાનો નિર્ણય સંભળાવી દીધો છે. નેતન્યાહૂએ સોશિયલ મીડિયા X (અગાઉ ટ્વીટર) પર લખ્યું છે કે, ‘અમે યુદ્ધમાં છીએ.’ જાહેરાત બરાબર એ સમયે થઈ, જ્યારે તેલ અવીવ સહિત દેશભરના અલગ-અલગ શહેરો અને વિસ્તારોમાં હમાસ તરફથી 5,000 કરતા વધુ રોકેટ લોન્ચ કરવામાં આવ્યા. અત્યારે સ્થિતિ કેવી છે? તેનો અંદાજો તેના પરથી લગાવી શકાય છે કે આખા દેશમાં મિસાઈલોનો વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે યેરુશલમ સહિત ઇઝરાયેલના તમામ પ્રમુખ શહેરોમાં ઇમરજન્સી સાયરન વાગી ગયા છે.


ઈન્ટરનેટ પર થયા વીડિયો વાયરલ:

હમાસને ઇઝરાયલ સિવાય US અને કેનેડાએ આતંકી સંગઠનના રૂપમાં લિસ્ટ કરવામાં આવ્યું છે. બંદૂકધારીઓએ બંને દેશોને અલગ કરનારી કાંટાવાળી તારોની વાડના એક હિસ્સાને ધ્વસ્ત કર્યા બાદ દેશ પર હુમલો કરી દીધો. ઈન્ટરનેટ પર ઘણાં વીડિયો વાયરલ થયા છે, જેમાં સીમા પાસે બંદૂકધારી જમીન પર કૂદતા નજરે પડી રહ્યા છે. સીમાની આસપાસના વિસ્તારના પોલીસ અને હમાસના સભ્યો વચ્ચે રોડ પર ઘર્ષણ થઈ રહ્યું છે. હમાસના લડાકાઓ તરફથી કરવામાં આવી રહેલી બર્બરતાની તમામ તસવીરો સામે આવી છે, જેમણે આખા ઈન્ટરનેટ પર એ બહેસને તેજ કરી દીધી છે કે શું ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત છે?


ફિલોસોફર નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ?

ફિલોસોફર નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી સાચી સાબિત થઈ?

જવાબ કંઇ પણ હોય શકે છે, પરંતુ એ અગાઉ આપણે એ ભવિષ્યવાણી પર ધ્યાન આપવું પડશે જેનો ઉલ્લેખ નાસ્ત્રેદમસે પોતાના પુસ્તક ‘લેસ પ્રોફેટીઝ કરી હતી. જી હા તમે સાચું સાંભળ્યું. ઈઝરાયેલ દ્વારા યુદ્ધની જાહેરાત બાદ ફ્રાન્સિસી દાર્શનિક (ફિલોસોફર) નાસ્ત્રેદમસની એક ડરામણી ભવિષ્યવાણી લગભગ સાચી થઈ ગઈ છે. મિશેલ ડી. નાસ્ત્રેદમસે કહ્યું હતું કે, ‘આ વર્ષ (2023)માં એક મોટું યુદ્ધ થશે.’ ઉલેખનીય છે કે નાસ્ત્રેદમસે જર્મનીમાં એડોલ્ફ હિટલરના ઉદયથી લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જોન એફ કેનેડીને ગોળી મારવા સુધી અને વર્ષ 2022માં સામાન્ય જનજીવનના સંકટ સુધી, છેલ્લા 100 વર્ષોમાં ઘણી એવી ભવિષ્યવાણી કરી હતી, જે સાચી સાબિત થઈ છે. અત્યારથી 450 વર્ષ અગાઉ પોતાના પુસ્તકમાં નાસ્ત્રેદમસે વર્ષ 2023નો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે, ‘7 મહિનાનું મોટું યુદ્ધ હશે, જેમાં પોતાના ખરાબ કામોથી લોકો મારશે અને રુએન, એવરેક્સ રાજાને આધિન નહીં હોય.


નાગરિકો અને IDF સૈનિકોને બંદી બનાવ્યા:

નાગરિકો અને IDF સૈનિકોને બંદી બનાવ્યા:

70ની આસપાસના ઇઝરાયેલી નાગરિકો અને IDF સૈનિકોને કથિત બંદી બનાવી લેવામાં આવ્યા છે, જેમાંથી ઘણા લોકોની હમાસે નિર્દયી હત્યા કરી દીધી છે. તો તમામ લોકો એવા પણ છે જે આ સંઘર્ષમાં ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયા છે. હમાસના વરિષ્ઠ સૈન્ય કમાન્ડર મોહમ્મદ દઇફે હમાસનું સમર્થન કરતા મીડિયા ચેનલો પર ફિલિસ્તિનીઓને ‘ઓપરેશન અલ-અક્સા સ્ટોર્મ’માં સામેલ થવાનું આહ્વાન કર્યું છે. તેણે કહ્યું કે, એ પૃથ્વી પર અંતિમ કબજાના અંતની સૌથી મોટી લડાઈનો દિવસ છે. તેઓ પોતાના હક માટે આગળ આવે અને પોતાની જમીન માટે પોતાના લોહીનું અંતિમ ટીપું પણ વહાવી દો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top