વર્લ્ડ કપ અગાઉ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે BCCI પાસે માગવી પડી માફી? જાણો કારણ
ભારતની મેજબાનીમાં આયોજિત થનાર વન-ડે વર્લ્ડ કપ 2023ની જલદી જ શરૂઆત થવાની છે. ટૂર્નામેન્ટની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે, જ્યારે ફાઇનલ મેચ 19 નવેમ્બરના રોજ થશે, પરંતુ આ દરમિયાન ફેન્સ ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી મેચની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ મેચ 14 ઓક્ટોબરના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપ માટે પાકિસ્તાની ટીમ ભારત આવી ગઈ છે. હૈદરાબાદમાં ટીમનું શાનદાર સ્વાગત થયું, જેને જોઈને પાકિસ્તાની ફેન્સ ગદગદ થઈ ગયા. પાકિસ્તાની ખેલાડી પણ ભારતની મહેમાન નવાજીના ભરપેટ વખાણ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર પણ પાકિસ્તાની ટીમના સ્વાગતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. બાબર આઝમની કેપ્ટન્સીવાળી પાકિસ્તાની ટીમે પોતાની પહેલી પ્રેક્ટિસ મેચ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી હતી. ટીમે વર્લ્ડ કપમાં પોતાની પહેલી મેચ 6 ઓક્ટોબરના રોજ નેધરલેન્ડ વિરુદ્ધ રમવાની છે, પરંતુ ભારત અને પાકિસ્તાનની ટીમો મેચ રમે એ અગાઉ બંને દેશની ક્રિકેટ બોર્ડ વચ્ચે ટકરાવ જોવા મળી રહ્યો છે. લગભગ બધા ટકરાવ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) તરફથી આવ્યા છે.
તેની ફેન્સે ખૂબ નિંદા કરી છે. ત્યારબાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને દરેક વખત ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI ) પાસે માફી માગવી પડી છે. આ વિવાદોમાં સૌથી ખાસ અને મોટા વિવાદ રહ્યા છે. પહેલો વિવાદ વિઝા અને બીજો PCB ચીફ જકા અશરફનું ‘દુશ્મન દેશ’વાળું નિવેદન રહ્યું છે. ખાસ વાત એ પણ છે કે આ બંને જ બાબતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જ માફી માગવી પડી છે.
વર્લ્ડ કપ 2023માં મેજબાન ભારત સહિત કુલ 10 ટીમો ઉતરવાની છે. તેને લઈને 24 સપ્ટેમ્બર સુધી પાકિસ્તાનને છોડીને બધી ટીમોને વિઝા આપી દેવામાં આવ્યા હતા. એવામાં પાકિસ્તાની મીડિયામાં PCBના સંદર્ભે એવી વાતો ચાલી રહી હતી કે ભારત તેને વિઝા આપવામાં મોડું કરી રહ્યું છે. એવામાં પાકિસ્તાની ટીમને તૈયારીમાં પરેશાની આવી શકે છે. 25 સપ્ટેમ્બર બપોર સુધી આ જ સમાચાર ચાલી રહ્યા હતા. ત્યાં સુધી એ જ માનવામાં આવી રહ્યું હતું કે ભારત જ વિઝા આપવામાં મોડું કરી રહ્યું છે, પરંતુ એ જ સાંજે મામલો પલટી ગયો.
પાકિસ્તાની ટીમને વિઝા મળી ગયા. ત્યારબાદ આગામી દિવસે PCB તરફથી નિવેદ આવ્યું અને તેણે માફી માગતા કહ્યું કે, આખી બાબતે ભારતની કોઈ ભૂલ નથી. PCBએ કહ્યું કે, તેણે જ વિઝા એપ્લાઈ કરવામાં મોડું કર્યું હતું. તેમણે 19 સપ્ટેમ્બરના રોજ એપ્લાઈ કર્યું હતું. એવામાં PCBએ આટલા ઓછા સમયમાં વિઝા આપવા માટે ભારતનો આભાર માન્યો. એવામાં ફરી એક વખત ભારત હીરો બની ગયું અને પોતાની આ બાબતે PCBએ માફી માગવી પડી.
Read more ➡️ https://t.co/kIdvT7Y8Ok pic.twitter.com/XgHXj7eYtI — Pakistan Cricket (@TheRealPCB) September 29, 2023
Read more ➡️ https://t.co/kIdvT7Y8Ok pic.twitter.com/XgHXj7eYtI
PCB ચીફ જાકા અશરફે ભારતને દુશ્મન દેશ કહ્યો હતો, તેના પર પણ PCBએ માફીના અંદાજમાં એક નિવેદન જાહેર કરીને સફાઇ રજૂ કરી હતી. તેણે કહ્યું કે બોર્ડ અધ્યક્ષે કહ્યું હતું કે, ભારત-પાકિસ્તાન જ્યારે પણ મેદાન પર ઉતરે છે તો એક મોટા પ્રતિદ્વંદ્વી હોય છે, દુશ્મન નહીં. બોર્ડ અધ્યક્ષનું માનવું છે કે ભારત-પાકિસ્તાનની મેચ હંમેશાં દુનિયાને આકર્ષિત કરે છે, આ જ કારણ છે કે ક્રિકેટ વર્લ્ડમાં હંમેશાં જ તેની કાગડોળે રાહ જોવાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp