જાણો કોણ હતો ફાઇનલ મેચ દરમિયાન મેદાનમાં ઘૂસનારો પેલેસ્ટાઇનનો સમર્થક, ચીન સાથે છે ગાઢ સંબંધ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC ક્રિકેટ વર્લ્ડ કપ ફાઇનલ દરમિયાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષાનું ગંભીર ઉલ્લંઘન થયું. ભારતની ઇનિંગની 14મી ઓવર દરમિયાન વિરાટ કોહલીનો એક ફેન અને પેલેસ્ટાઇનનો સમર્થક મેદાનમાં ઘૂસી ગયો અને વિરાટ કોહલીને ગળે લગાવ્યો. જો કે, સુરક્ષાકર્મીઓએ તેને તરત હટાવી દીધો. મેચ દરમિયાન આ ફેન મેદાનમાં ઘૂસી ગયો. તેના ટી-શર્ટ પર ‘ફ્રી પેલેસ્ટાઇન’ લખેલું હતું. સ્ટેડિયમમાં તૈનાત સુરક્ષાકર્મીઓ દ્વારા તેને કસ્ટડીમાં લેવા અગાઉ તેણે કોહલીને ગળે લગાવ્યો. એ ફેનને તરત મેદાનથી હટાવી દેવામાં આવ્યો અને જરાય મોડું થયા વિના મેચ ફરી શરૂ થઈ.
મીડિયા રિપોર્ટ મુજબ, મેદાનમાં ઘૂસીને વિરાટ કોહલીને ગળે લગાવનાર 24 વર્ષીય યુવકનું નામ વેન જોનસન છે અને તે ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે. મેદાનમાં તૈનાત સુરક્ષાકર્મીઓએ જેવો જ તેને બહાર કર્યો અમદાવાદ પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો. પોલીસ સ્ટેડિયમથી તેને સીધી ચાંદખેડા પોલીસ સ્ટેશન લઈ ગઈ. પોલીસ પૂછપરછમાં કેટલાક ખુલાસા થયા છે. પોલીસે જણાવ્યું કે, તે ઓસ્ટ્રેલિયાનો રહેવાસી છે. તેની સાથે જ પૂછપરછમાં ખબર પડી જે વેન જોનસનની માતા પેલેસ્ટાઇનની રહેવાસી છે, જ્યારે તેનો પિતા ચીનનો રહેવાસી છે. વેનના હાથમાં લાલ રંગ પણ લાગેલો હતો, જે તેણે પેલેસ્ટાઇનની હાલત દર્શાવવા લગાવ્યો હતો.
Police arrested the Palestine supporter who breached the security to enter the ground. pic.twitter.com/glpqFy7X27 — Mufaddal Vohra (@mufaddal_vohra) November 19, 2023
Police arrested the Palestine supporter who breached the security to enter the ground. pic.twitter.com/glpqFy7X27
ફેન્સથી ખચાખચ ભરેલા અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારે બુમરાણ વચ્ચે ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતાં ભારતીય ટીમ સીમિત 50 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 240 રન જ બનાવી શકી હતી. તેના જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે 4 વિકેટ ગુમાવીને મેચ સાથે વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી લીધી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp