'હિન્દુઓમાં ભાગલા કરી રહી છે કોંગ્રસ..સંસાધનોમાં પહેલો હક..', જાતિ આધારિત વસ્તી ગણતરી પર PM મોદ

'હિન્દુઓમાં ભાગલા કરી રહી છે કોંગ્રસ..સંસાધનોમાં પહેલો હક..', જાતિ આધારિત વસ્તી ગણતરી પર PM મોદીનું મોટું નિવેદન

10/03/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

'હિન્દુઓમાં ભાગલા કરી રહી છે કોંગ્રસ..સંસાધનોમાં પહેલો હક..', જાતિ આધારિત વસ્તી ગણતરી પર PM મોદ

છત્તીસગઢનાં જગદલપુરમાં  PM નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સરકાર પર જોરદાર પ્રહાર કર્યાં. તેમણે કહ્યું કે આજ સુધી કોંગ્રેસે ખુલાસો નથી કર્યો કે તેમણે એક અન્ય દેશની સાથે શું ગુપ્ત કરાર કર્યો છે. પરંતુ દેશ જોઈ રહ્યું છે. આ કરાર બાદ કોંગ્રેસ દેશોમાં વધારે  ભૂલો કાઢવા લાગી છે. એવું લાગે છે કે તેમને ભારતમાં કંઈ જ સારું નથી લાગતું. હું તમને વિનંતી કરું છું કે કોંગ્રેસ અને તેના સહયોગીઓની આ નવી ચાલમાં આપણે સતર્ક રહેવું જોઈએ.


શું હિન્દૂઓ તમામ હક લઈ લે?- PM મોદી

શું હિન્દૂઓ તમામ હક લઈ લે?- PM મોદી

PM મોદીએ કહ્યું કે આજકાલ કોંગ્રેસે એક નવો રાગ આલાપવાનું ચાલું કહ્યું છે. તેઓ કહે છે કે જેટલી આબાદી એટલા હક. હું કહું છું કે આ દેશમાં જો સૌથી મોટી કોઈ આબાદી છે તો તે ગરીબ છે. તેથી ગરીબ કલ્યાણ જ મારું સૌથી પહેલું લક્ષ્ય છે. PM મોદીએ કહ્યું કે કોંગ્રેસ અલ્પસંખ્યકોનાં હક માટે બોલી રહી છે.  જો આબાદીનાં હિસાબે નક્કી કરવામાં આવે તો પહેલો હક કોને મળે?  કોની આબાદી સૌથી વધારે છે અને તેને કેટલો હક મળશે. સૌથી વધારે આબાદી હિન્દૂઓની છે તો શું હિન્દૂઓ આગળ વધીને તમામ હકો લઈ લે? PM મોદીએ કહ્યું કે કોંગ્રેસ હિન્દૂઓને વિભાજિત કરી નષ્ટ કરવાનાં પ્રયાસો કરી રહી છે.


કોંગ્રેસ સ્ટીલ પ્લાંટ પર કબજો કરવો છે'

કોંગ્રેસ સ્ટીલ પ્લાંટ પર કબજો કરવો છે'

PM મોદીએ કહ્યું કે કોંગ્રેસ સરકાર ખોટી વાતો ફેલાવીને સ્ટીલ પ્લાંટ પર કબજો કરવા ઈચ્છે છે અને તેના થકી કમાણી કરવા ઈચ્છે છે. સ્ટીલ પ્લાંટ બસ્તરનાં લોકોનું છે. હું કોઈ પણ કોંગ્રેસ નેતાને આ સ્ટીલ પ્લાંટનો માલિક નહીં બનવા દઉં.


કોંગ્રેસનાં નેતાઓ પર નિશાન

PM મોદીએ જનસંબોધન દરમિયાન કહ્યું કે,' આજે અહીં દેશનાં મોટા અને આધુનિક સ્ટીલ કારખાનાનું લોકાર્પણ થયું છે. આટલો મોટો કાર્યક્રમ થયો છે તેમ છતાં છત્તીસગઢનાં એકપણ મંત્રી, મુખ્યમંત્રી, ઉપમુખ્યમંત્રી...કોઈ ન આવ્યું. તેમનાં ન આવવા પાછળ 2 કારણો છે. 1. તેમને પોતાની સરકાર છીનવાઈ જવાની એટલી ચિંતા છે કે તેમની પાસે અહીં આવવાનો સમય જ ન બચ્યો. 2. તેમને ખબર છે કે કોઈ ભ્રષ્ટાચારી મોદી સાથે આંખો નથી મળાવી શકતું.'


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top