આ સગીરો અક્કલ ગીરવે મુકતા હશે કે શું? 15 વર્ષની સગીરાએ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ મૂક્યો, અને પછી...!!
સુરત: ઉત્રાણ ખાતે રહેતી 15 વર્ષની સગીરા ધોરણ-10માં અભ્યાસ કરે છે અને જૈન પરીવારમાંથી આવે છે. તેના માતા-પિતા બંને પેરાલિસિસ હોવાથી પથારીવશ છે. હાલમાં તેના દાદા ઘર ચલાવે છે.
15 વર્ષની સગીરા ઘરેથી મંદિરે દર્શન કરવા જાબ છુ એવું કહીને ગઈ હતી અને તે પરત ઘરે નાં આવી.પરિવારે ચિંતામાં આવતા આ અંગે ઉત્રાણ પોલીસને જાણ કરતા પીઆઈ એ.ડી. મહંતે અલગ અલગ ટીમો બનાવી કામે લગાડી હતી. સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સિસનાં આધારે તપાસ કરતા સગીરાએ અલગ અલગ નામોથી સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવ્યા હતા.જે મળી આવતા ખબર પડી કે તેમાં સગીરાએ રેલવેસ્ટેશનનો એક ફોટો મુકયો હતો. જેના આધારે તે દિશામાં તપાસ માટે PSI ની કડછાની ટીમ રવાના થઈ હતી
એ દરમિયાન સગીરાનો મોબાઈલ ફોન થોડીવાર માટે ચાલુ થયાનું જાણવા મળ્યું હતું. અને તેનું લોકેશન મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પાસેનું દેખાયું હતું. જેથી તત્કાલીક સ્થાનીક રેલવે પોલીસને જાણ કરવમાં આવી . અને ઉત્રાણ પોલીસની એક ટીમ મુંબઈ રવાના થઈ હતી. જ્યાં રેલવે પોલીસની મદદથી સગીરાને સહી સલામત શોધી કાઢી સુરત ખાતે લાવી તેમના પરિવારને સોંપી હતી. પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, કલર્સ ચેનલ પર પ્રસારિત થતી પરણીતા સિરિયલનાં મુખ્ય પાત્રો ગમતાં હોવાથી તેને મળવા માટે મુંબઈ પહોંચી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp