પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો- ‘2002 ના મુસ્લિમ વિરોધી રમખાણો કઈ સરકારના કાર્યકાળમાં થયા હતા?’, ભારે

પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો- ‘2002 ના મુસ્લિમ વિરોધી રમખાણો કઈ સરકારના કાર્યકાળમાં થયા હતા?’, ભારે વિવાદ

12/02/2021 Education

SidhiKhabar

SidhiKhabar

પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો- ‘2002 ના મુસ્લિમ વિરોધી રમખાણો કઈ સરકારના કાર્યકાળમાં થયા હતા?’, ભારે

નવી દિલ્હી: ગુજરાતમાં વર્ષ 2002માં થયેલા રમખાણો આજે આટલા વર્ષો પછી પણ અવારનવાર ચર્ચામાં રહે છે, તો તેની ઉપર રાજનીતિ પણ થતી રહી છે. તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર એક મુદ્દો ચર્ચામાં આવ્યો છે જે CBSE બોર્ડના ધોરણ ૧૨ ના એક પ્રશ્નપત્રને લઈને વિવાદ ઉભો થયો છે. 

બારમા ધોરણના સમાજશાસ્ત્રની ટર્મ વનની પરીક્ષામાં ગુજરાતના રમખાણોને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે 2002 માં ગુજરાતમાં કઈ પાર્ટીના કાર્યકાળમાં મુસ્લિમ વિરોધી હિંસા થઇ હતી? આ પ્રશ્નને લઈને વિવાદ સર્જાયો છે અને તેના કારણે CBSEએ પણ નોંધ લઈને કાર્યવાહીના આદેશ આપ્યા છે. 


પ્રશ્ન હતો કે, ગુજરાતમાં 2002 માં મુસ્લિમ વિરોધી હિંસા કઈ સરકાર હેઠળ ફેલાઈ હતી? પ્રશ્નના જવાબ માટે ચાર વિકલ્પો આપવામાં આવ્યા હતા. પહેલો- કોંગ્રેસ, બીજો- ભાજપ, ત્રીજો ડેમોક્રેટિક અને ચોથો વિકલ્પ રિપબ્લિકન હતો. 

પરીક્ષામાં પૂછાયેલા આ પ્રશ્નને લઈને ભારે વિવાદ સર્જાયો અને તેનું પ્રમાણ વધ્યું ત્યારે CBSEએ ટ્વીટ કરીને ભૂલ સ્વીકારી હતી અને કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું. બોર્ડે કહ્યું, બારમા ધોરણના સમાજશાસ્ત્રના ટર્મ વનની પરીક્ષામાં પછાયેલ પ્રશ્ન અયોગ્ય છે અને બોર્ડની ગાઈડલાઈનની વિરુદ્ધ છે. CBSE ભૂલ સ્વીકારે છે અને જવાબદાર લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.


‘પ્રશ્નપત્રો તૈયાર કરતી વખતે વર્ગ, સમુદાયોની ભાવનાઓનું ધ્યાન રાખવું’

ઉપરાંત, CBSE તરફથી કહેવામાં આવ્યું કે બોર્ડના દિશાનિર્દેશો મુજબ પ્રશ્નપત્ર તૈયાર કરતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે પ્રશ્ન અભ્યાસક્રમ સબંધિત હોવાની સાથે કોઈ પણ વર્ગ કે સમુદાયથી નિષ્પક્ષ હોવો જોઈએ. તેમજ કોઈ પણ સામાજિક કે રાજનીતિક પક્ષને ઠેસ ન પહોંચે તેનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવવું જોઈએ. 

નોંધવું જોઈએ કે, વર્ષ 2002 માં 27 ફેબ્રુઆરીના રોજ ગોધરા રેલવે સ્ટેશન પર આવેલી સાબરમતી એક્સપ્રેસ 9166 UP ના બે ડબ્બામાં આગ લગાડી દેવામાં આવી હતી. જે બાદ આખા રાજ્યમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. ગોધરાના આ પૂર્વનિયોજિત કાંડમાં 27 મહિલાઓ અને 10 બાળકો સહિત 59 હિંદુઓ માર્યા ગયા હતા. જ્યારે રમખાણોમાં એક હજારથી વધુ લોકો માર્યા ગયા હોવાનું કહેવાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top