Rahul Gandhi USA visit : રાહુલ ગાંધીએ કહ્યું, “મોદી ભગવાનને પણ સમજાવી શકે છે! જો મોદીજીને ભગવાન

Rahul Gandhi USA visit : રાહુલ ગાંધીએ કહ્યું, “મોદી ભગવાનને પણ સમજાવી શકે છે! જો મોદીજીને ભગવાન સાથે બેસાડવામાં આવે તો..."

05/31/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

Rahul Gandhi USA visit : રાહુલ ગાંધીએ કહ્યું, “મોદી ભગવાનને પણ સમજાવી શકે છે! જો મોદીજીને ભગવાન

Rahul Gandhi USA visit : રાહુલ ગાંધી થોડા થોડા દિવસે ભાજપ, આરએસએસ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ કંઈક ને કંઈક ટિપ્પણી કરતા રહે છે, જેના પ્રતાપે થોડા દિવસો સુધી સોશિયલ મીડિયા પાર ગરમાગરમ ચર્ચાઓ થતી રહે છે. મંગળવારે (30 મે) રાહુલ યુએસએ પહોંચ્યા છે. અહીં સાન ફ્રાન્સિસ્કોમાં તેઓ ભારતીય મૂળના લોકોને મળ્યા હતા અને તેમને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમણે પોતાની ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરીને દેશની રાજનીતિ વિશે વાત કરી અને ભારતીય જનતા પાર્ટીની સાથે RSS પર પણ પ્રહારો કર્યા.


"મોદી ભગવાનને પણ સમજાવી શકે છે!"

રાહુલે કહ્યું કે, તેઓ (મોદી સરકાર) રાજકારણ માટે જરૂરી એવા સંસાધનોને નિયંત્રિત કરી રહ્યા છે. આ સાથે રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ટોણો માર્યો હતો. તેમણે કહ્યું કે, દેશમાં કેટલાક એવા લોકો છે જે વિચારે છે કે તેઓ બધું જ જાણે છે. ભગવાન કરતાં પણ વધુ જાણે છે. તે ભગવાન સાથે બેસીને તેને સમજાવી પણ શકે છે. અહીં પીએમ પર કટાક્ષ કરતા રાહુલે કહ્યું, મને લાગે છે કે આપણા દેશના વડાપ્રધાન તેમાંથી એક છે. જો મોદીજીને ભગવાન સાથે બેસાડવામાં આવે તો તેઓ ભગવાનને સમજાવવાનું શરૂ કરશે કે બ્રહ્માંડ કેવી રીતે ચાલે છે.


તમિલ ભાષને ખતરામાં મૂકાવા નહિ દઉં!

તમિલ ભાષને ખતરામાં મૂકાવા નહિ દઉં!

આમ તો તમિલ ભાષા ખતરામાં હોવાનું કોણ માને છે, એ ખબર નથી. પણ એટલીસ્ટ રાહુલ ગાંધીએ અમેરિકામાં એવી બાંહેધરી આપી છે કે તેઓ તમિલને ખતરામાં મુકાવા નહિ દે! "એક ભાષા, એક સંસ્કૃતિ, એક પરંપરા, એક ધર્મ વિશે શું?" એવો પ્રશ્ન પુછાયો ત્યારે રાહુલે ઉત્તરમાં કહ્યું કે, "જો તમે બંધારણ વાંચશો તો તમને યુનિયન ઓફ સ્ટેટ મળશે. દરેક રાજ્યની ભાષા અને સંસ્કૃતિની રક્ષા થવી જોઈએ. તમે જે વાત કરો છો તે આપણા બંધારણમાં છે. ભાજપ અને આરએસએસ આ ભારત પર હુમલો કરી રહ્યા છે. મારા મતે હું સમજું છું કે તમિલ ભાષા તમિલ લોકોની ભાષા કરતાં વધુ છે. તે તેમના માટે ભાષા નથી, તે તેમની સંસ્કૃતિ છે, તે તેમની જીવનશૈલી છે. હું તમિલ ભાષાને ક્યારેય જોખમમાં મૂકવા નહીં દઉં. તમિલ ભાષાને ધમકી આપવી એટલે ભારતની ભાષાને ધમકી આપવી. કોઈપણ ભાષાને ધમકી આપવી એ ભારત માટે ખતરો છે."


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top