રાહુલ ગાંધીએ કહ્યું, “અમે અયોધ્યાની જેમ જ ગુજરાતમાં BJPને હરાવીશું!” સામે BJPના સુધાંશુ ત્રિવેદ

રાહુલ ગાંધીએ કહ્યું, “અમે અયોધ્યાની જેમ જ ગુજરાતમાં BJPને હરાવીશું!” સામે BJPના સુધાંશુ ત્રિવેદીએ વાળ્યો કડક જવાબ

07/08/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

રાહુલ ગાંધીએ કહ્યું, “અમે અયોધ્યાની જેમ જ ગુજરાતમાં BJPને હરાવીશું!” સામે BJPના સુધાંશુ ત્રિવેદ

Rahul Gandhi, Sudhanshu Trivedi: કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સામાન્ય ચૂંટણીના પરિણામો બાદ નવા ફોર્મમાં જોવા મળી રહ્યા છે. લોકસભાની અંદરનું ભાષણ હોય કે કોઈપણ મુદ્દે કેન્દ્ર સરકાર પર નિશાન સાધવાનું હોય, રાહુલ ગાંધી આક્રમક રહે છે. આવી જ રીતે શનિવારે (6 જુલાઈ) અમદાવાદ પહોંચેલા રાહુલે ગુજરાતમાં બીજેપીને હરાવવાની વાત કહી હતી, જે સામે સુધાંશુએ વળતો ફટકો માર્યો હતો.


શું હતું રાહુલનું નિવેદન?

શું હતું રાહુલનું નિવેદન?

ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને 99 સીટ્સ મળી છે. આમ જુઓ તો આ કોંગ્રેસના ઇતિહાસનો ત્રીજા ક્રમનો સૌથી ખરાબ દેખાવ છે. પરંતુ ગત ચૂંટણી કરતા કોંગ્રેસની સીટ્સમાં વધારો થયો હોવાને કારણે સતત નિષ્ફળ જઈ રહેલા રાહુલ ગાંધી ફોર્મમાં આવી ગયા છે. હવે એ જ્યાં ને ત્યાં બીજેપીને પછાડવાની વાત કરતા ફરે છે. પોતે બીજેપીને મર્મસ્થાનેને ઘા મારવા ઇચ્છતા હોય, એમ ગુજરાતના રાજકારણમાં વધુ રસ લઇ રહ્યા છે. અમદાવાદમાં પાર્ટી કાર્યકર્તાઓના સંમેલનને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, “કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટી (BJP)ને એવી જ રીતે હરાવી દેશે જેવી રીતે તેણે લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં હાર આપી હતી.”


પહેલા ગુજરાત જેવું મોડેલ સ્ટેટ તો બનાવો!

પહેલા ગુજરાત જેવું મોડેલ સ્ટેટ તો બનાવો!

રાહુલ ગાંધીની ટિપ્પણી ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને સાંસદ સુધાંશુ ત્રિવેદીએ કહ્યું, "ધાર્મિક મુદ્દાઓ પર સંવેદનશીલતા, સન્માન અને ગૌરવ સાથે વાત કરો. હું કહીશ કે અહંકાર છોડી દો અને સાદગી, પ્રમાણિકતા અને નમ્રતા સાથે ધાર્મિક મુદ્દાઓ પર વાત કરો." સુધાંશુ ત્રિવેદીએ વધુમાં કહ્યું કે "વિપક્ષના નેતા તરીકે તેઓ (રાહુલ ગાંધી) સંસદમાં કોઈપણ મુદ્દો ઉઠાવવા માટે સ્વતંત્ર છે. પરંતુ, હું તેમને કહેવા માંગુ છું કે તેઓ માત્ર વિપક્ષમાં નથી, તેઓ (કોંગ્રેસ) સત્તામાં છે. ઘણા રાજ્યોમાં જ્યારે આપણે સરકારમાં હોઈએ ત્યારે આપણે ત્યાં કામ કરવું જોઈએ અને ગુજરાત મોડલ બતાવવું જોઈએ.

બીજી તરફ, કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને કહ્યું, "સૌથી પહેલા તો રાહુલ ગાંધીએ સમજવું જોઈએ કે ભાજપ જ્યાં હાર્યું, એ ફૈઝાબાદ સીટ હતી, અયોધ્યા નહિ. લોકસભામાં અયોધ્યા જેવી કોઈ સીટ છે જ નહીં, અયોધ્યા તો વિધાનસભા સીટ છે, જે ફૈઝાબાદ લોકસભા સીટનો એક ભાગ છે. તેમ છતાં અમે મૂલ્યાંકન કરી રહ્યા છીએ કે ભૂલ ક્યાં થઈ. આ મૂલ્યાંકન દ્વારા અમે શીખીશું અને મજબૂત રીતે આગળ વધીશું. આ લોકોનો (કોંગ્રેસનો) ઘમંડ તેમને ડુબાડી દેશે, મને નથી લાગતું કે તેઓ લાંબો સમય ટકી શકશે.”


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top