રાજસ્થાનની સત્તા ગયા બાદ શું બોલ્યા અશોક ગેહલોત, જતાં જતાં ભાજપને એક સલાહ

રાજસ્થાનની સત્તા ગયા બાદ શું બોલ્યા અશોક ગેહલોત, જતાં જતાં ભાજપને એક સલાહ

12/03/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

રાજસ્થાનની સત્તા ગયા બાદ શું બોલ્યા અશોક ગેહલોત, જતાં જતાં ભાજપને એક સલાહ

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસની હાર અને ભાજપની જીત પર હેરાની વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકારે કામ સારું કર્યું, પરંતુ જનતા સુધી સંદેશ ન પહોંચાડી શકી. તેમણે જતાં જતાં ભાજપની આગામી સરકારને સલાહ આપી છે કે કોંગ્રેસ સરકાર તરફથી શરૂ કરવામાં આવેલી યોજનાઓને આગળ વધારવામાં આવે. કોંગ્રેસની હાર બાદ અશોક ગેહલોતે ટ્વીટ કરી કે, ‘રાજસ્થાનની જનતા દ્વારા આપવામાં આવેલા જનાદેશનો અમે વિનમ્રતાપૂર્વક સ્વીકાર કરીએ છીએ. એ બધા માટે એક અભૂતપૂર્વ પરિણામ છે. આ હાર દેખાડે છે કે અમે પોતાની યોજનાઓ, કાયદાઓ અને નવાચારોને જનતા સુધી પહોંચાડવામાં પૂરી રીતે સફળ ન થયા.


નવી સરકારને આપી શુભેચ્છા:

નવી સરકારને આપી શુભેચ્છા:

ભાજપની આગામી સરકારને શુભેચ્છા આપતા તેમણે કોંગ્રેસની યોજનાઓને ન બંધ કરવાની અપીલ કરી. તેમણે લખ્યું કે, ‘હું નવી સરકારને શુભેચ્છા આપું છું. મારી તેમને સલાહ છે કે અમે કામ કરવા છતાં સફળ ન થયા, તેનો અર્થ એ નથી કે તેઓ સરકારમાં આવ્યા બાદ કામ જ ન કરીએ. OPS, ચિરંજીવી સહિત તમામ યોજનાઓ અને જે વિકાસની ગતિ આ 5 વર્ષોમાં રાજસ્થાનને અમે આપી છે તે તેને આગળ વધારે. તેમણે કોંગ્રેસ કાર્યકર્તાઓને તેમની મહેનત માટે આભાર. મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરવા દરમિયાન અશોક ગેહલોતે કહ્યું કે, કોંગ્રેસ સરકારની ગેરંટી શાનદાર હતી, પરંતુ જે પરિણામ આવ્યા એ ચોંકાવનારા છે. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં પણ આશા વિરુદ્ધ પરિણામ આવ્યા છે. ત્રણેય રાજ્યમાં એવા પરિણામ આવી છે તો એ વિચારવાનો વિષય છે. પરિણામ જાણીશું કે શું કારણ રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top