શું રમેશ બિધૂડી કરી ચૂક્યા છે મોટી ભૂલ? ક્યાં તો પત્તું કપાશે અથવા સીટ બદલાશે, ભાજપ એક્શન મૂડમા

શું રમેશ બિધૂડી કરી ચૂક્યા છે મોટી ભૂલ? ક્યાં તો પત્તું કપાશે અથવા સીટ બદલાશે, ભાજપ એક્શન મૂડમાં

01/08/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

શું રમેશ બિધૂડી કરી ચૂક્યા છે મોટી ભૂલ? ક્યાં તો પત્તું કપાશે અથવા સીટ બદલાશે, ભાજપ એક્શન મૂડમા

Ramesh Bidhuri: ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા રમેશ બિધૂડી આ દિવસોમાં પોતાના નિવેદનને લઇને ચર્ચામાં છે. જો કે આ નિવેદનને લઇને તેમને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા અંગે રમેશ બિધૂડીની તાજેતરની વિવાદાસ્પદ ટિપ્પણી બાદ પાર્ટીમાં તીખી પ્રતિક્રિયા આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં તેમના સ્થાને મહિલાને ઉમેદવાર બનાવવાની ચર્ચાઓ શરૂ થઇ હોવાની અટકળો ચાલી રહી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, તેમની ટિપ્પણી બાદ ઓછામાં ઓછી બે સંગઠનાત્મક બેઠકો યોજાઇ હતી. આ બેઠકોમાં રમેશ બિધૂડીની ઉમેદવારી "બદલવા કે રદ" કરવાની સંભાવના પર ચર્ચા કરવામાં આવી છે. તેમની બેઠક બદલવામાં આવે તેવી પણ પક્ષમાં ચર્ચા ચાલી રહી છે. દક્ષિણ દિલ્હીના આ મજબૂત ગુર્જર નેતા 2 વખત લોકસભાના સાંસદ અને 3 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.


બિધૂડીની જગ્યાએ કોઇ મહિલાને ઉમેદવાર બનાવી શકાય છે

બિધૂડીની જગ્યાએ કોઇ મહિલાને ઉમેદવાર બનાવી શકાય છે

અહેવાલમાં સૂત્રોને સંદર્ભે વધુમાં કહેવામાં આવ્યું છે કે રમેશ બિધૂડીને બદલવા માટે ઘણી સંભવિત મહિલા ઉમેદવારોની ચર્ચા કરવામાં આવી હતી. જોકે, આ વાતચીત હજુ પ્રારંભિક તબક્કામાં છે. પૂર્વ સાંસદને શનિવારે 5 ફેબ્રુઆરીએ યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તેમના ગૃહ મતવિસ્તાર કાલકાજીથી આતિશી સામે ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી હતી.

ભાજપના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, “કાલકાજીમાંથી તેમને ઉમેદવાર બનાવવાના નિર્ણયને લઇને પહેલાથી જ સવાલો ઉઠી રહ્યા હતા. જ્યાં તુગલકાબાદ જેવા મતવિસ્તારોની સરખામણીમાં ગ્રામીણ વસ્તી પ્રમાણમાં નહિવત્ છે. જેનું નામ તેમના ગામ પર રાખવામાં આવ્યું છે, અને તેમાં ઉચ્ચ મધ્યમ વર્ગ અને પંજાબી મતદારો વધુ છે. તેમના સતત નિવેદનોએ આ શંકાઓને હજી વધારી દીધી છે."


બિધૂડીનો ઇતિહાસ શું છે?

બિધૂડીનો ઇતિહાસ શું છે?

બિધૂડીએ વર્ષ 1993માં ભાજપની ટિકિટ પર દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડી હતી, પરંતુ હારી ગયા અને 1998માં ફરી નિષ્ફળ ગયા. તેઓ 2003માં તુગલકાબાદના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા અને 2008 અને 2013 માં ફરીથી બેઠક જાળવી રાખી હતી. 2014 અને 2019માં દક્ષિણ દિલ્હી લોકસભા ચૂંટણીમાં સફળતાપૂર્વક જીત્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top