Modi Russia Visit: રશિયાએ કહ્યું કે મોદીની રશિયાની મુલાકાત 'અત્યંત મહત્વપૂર્ણ', પશ્ચિમી રાષ્ટ્ર

Modi Russia Visit: રશિયાએ કહ્યું કે મોદીની રશિયાની મુલાકાત 'અત્યંત મહત્વપૂર્ણ', પશ્ચિમી રાષ્ટ્રોના પેટમાં તેલ રેડાશે!

07/07/2024 World

SidhiKhabar

SidhiKhabar

Modi Russia Visit: રશિયાએ કહ્યું કે મોદીની રશિયાની મુલાકાત 'અત્યંત મહત્વપૂર્ણ', પશ્ચિમી રાષ્ટ્ર

Modi Russia Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે શિખર સ્તરની વાતચીત માટે આવતીકાલે મોસ્કો પહોંચશે. ક્રેમલિન આને લઈને ખૂબ જ ઉત્સાહિત છે, ક્રેમલિને આ મુલાકાતને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવી છે અને પશ્ચિમી દેશોને પણ આડે હાથ લીધા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ભારત-રશિયા વાર્ષિક સમિટ માટે રાષ્ટ્રપતિ પુતિનના આમંત્રણ પર 8 થી 9 જુલાઈ દરમિયાન મોસ્કોની મુલાકાત લેશે. ફેબ્રુઆરી 2022માં મોસ્કોએ યુક્રેન પર આક્રમણ કર્યા બાદ વડાપ્રધાન મોદીની રશિયાની આ પ્રથમ મુલાકાત હશે. પીએમ મોદીની આ મુલાકાતને લઈને ક્રેમલિને કહ્યું છે કે મોસ્કોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ જ મહત્વપૂર્ણ અને સંપૂર્ણ મુલાકાતની અપેક્ષા છે.


મોદી અને પુતિન વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થશે?

મોદી અને પુતિન વચ્ચે કયા મુદ્દાઓ પર ચર્ચા થશે?

વિદેશ મંત્રાલયે ગુરુવારે નવી દિલ્હીમાં સોમવારથી શરૂ થનારી ઉચ્ચ-સ્તરીય મુલાકાતની જાહેરાત કરતા જણાવ્યું હતું કે બંને નેતાઓ બંને દેશો વચ્ચેના બહુ-પરિમાણીય સંબંધોની સંપૂર્ણ શ્રેણીની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના સમકાલીન પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે. શનિવારે રશિયાની સરકારી VGTRK ટેલિવિઝન ચેનલ સાથેની મુલાકાતમાં, ક્રેમલિનના પ્રેસ સચિવ દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે મોસ્કોમાં વડાપ્રધાન મોદીનો કાર્યક્રમ વ્યાપક હશે અને બંને નેતાઓ અનૌપચારિક વાતચીત કરી શકશે. આ સાથે તેમણે ઉમેર્યું કે, આ મુલાકાતનો એજન્ડા વ્યાપક હશે. આ એક સત્તાવાર મુલાકાત હશે અને અમને આશા છે કે બંને વડાઓ અનૌપચારિક રીતે પણ વાતચીત કરી શકશે.


પશ્ચિમી દેશોના પેટમાં તેલ રેડાશે!

પશ્ચિમી દેશોના પેટમાં તેલ રેડાશે!

દિમિત્રી પેસ્કોવે કહ્યું કે રશિયન-ભારત સંબંધો વ્યૂહાત્મક ભાગીદારીના સ્તર પર છે. તેમણે કહ્યું કે બંને સામ-સામે વાતચીત અને પ્રતિનિધિમંડળ વચ્ચેની વાતચીત ક્રેમલિનમાં થશે. "અમે એક ખૂબ જ મહત્વપૂર્ણ અને પરિપૂર્ણ મુલાકાતની રાહ જોઈ રહ્યા છીએ, જે રશિયન-ભારત સંબંધો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે," આ દરમિયાન પેસ્કોવે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે પશ્ચિમી જગત વડા પ્રધાન મોદીની રશિયાની આગામી મુલાકાત પર નજીકથી અને ઈર્ષાળુ નજર રાખી રહ્યું છે. તેઓ ભારત-રશિયા સંબંધોની ઈર્ષ્યા કરે છે, સાથે જ આ સંબંધોને વૈશ્વિક રાજનીતિ સંદર્ભે બહુ મહત્વના આંકવામાં આવે છે.

લગભગ પાંચ વર્ષમાં વડાપ્રધાન મોદીની રશિયાની આ પ્રથમ મુલાકાત હશે. રશિયાની તેમની છેલ્લી મુલાકાત 2019 માં હતી જ્યારે તેમણે દૂર પૂર્વીય શહેર વ્લાદિવોસ્તોકમાં એક આર્થિક પરિષદમાં હાજરી આપી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top