આસારામને મળ્યા વચગાળાના જામીન, જાણો કયા આધારે જામીન અપાયા
SC grants interim bail to Asaram: આસારામને લઈને આ સમયના મોટા સમાચાર સામે આવ્યા છે. આસારામને 31 માર્ચ સુધી વચગાળાના જામીન મળ્યા છે. SCએ 2013ના બળાત્કાર કેસમાં આસારામને તબીબી આધાર પર વચગાળાના જામીન આપ્યા.
સુપ્રીમ કોર્ટે આસારામને હૃદયની સારવારની શરતો સાથે વચગાળાના જામીન આપ્યા છે. આસારામ પોતાના જ ગુરુકુળની એક વિદ્યાર્થિની સાથે યૌન શોષણના કેસમાં અંતિમ શ્વાસ સુધી જેલમાં રહેવાની સજા ભોગવી રહ્યો છે. તેને માત્ર તબીબી આધાર પર વચગાળાના જામીન આપવામાં આવ્યા છે. આસારામને જોધપુર સેન્ટ્રલ જેલમાંથી ભગત કી કોઠીમાં બનેલ હેલ્થ કેર સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
આસારામના વકીલે જણાવ્યું કે તે હાર્ટ પેશન્ટ છે અને તેને હાર્ટ એટેક આવી ચૂક્યો છે. સુપ્રીમ કોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર જામીન આપવાના સમયે પોલીસકર્મીઓને તૈનાત કરવાનો આદેશ પણ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે વચગાળાના જામીન પર છૂટ્યા બાદ આસારામ પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ નહીં કરે અને પોતાના અનુયાયીઓને પણ નહીં મળે. અગાઉ, આસારામે 2013ના બળાત્કાર કેસમાં ટ્રાયલ કોર્ટ દ્વારા તેને આપવામાં આવેલી આજીવન કેદની સજાને સ્થગિત કરવાની માગ કરી હતી અને આ માટે અરજી દાખલ કરી ચૂક્યો છે.
જાન્યુઆરી 2023માં સેશન્સ કોર્ટે 2013ના રેપ કેસમાં આસારામને દોષિત જાહેર કર્યો હતો. આ કેસ ગાંધીનગર પાસેના તેના આશ્રમમાં રહેતી એક મહિલાએ નોંધાવ્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે મહિલાની અપીલના નિકાલમાં સંભવિત વિલંબ, તેની ઉંમર અને તબીબી સ્થિતિ અંગેની તેની દલીલો, રાહત આપવા માટે સુસંગત નથી. કોર્ટે સાબરમતી આશ્રમમાં 2 છોકરાઓની કથિત હત્યા અને સાક્ષીઓ અને પીડિતોના સંબંધીઓ પરના હુમલાઓ સાથે સંકળાયેલા અગાઉના કેસોને પણ ધ્યાનમાં લીધા હતા.
આસારામની અરજીમાં કહેવામાં આવ્યું છે કે તે એક ષડયંત્રનો શિકાર છે અને બળાત્કારના આરોપો ખોટા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ટ્રાયલ કોર્ટે ફરિયાદ દાખલ કરવામાં 12 વર્ષના વિલંબ માટે પીડિતાનો ખુલાસો સ્વીકારવામાં ભૂલ કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp