હિંદુ નિવેદનને લઈને રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, જાણો શું કહ્યું

હિંદુ નિવેદનને લઈને રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, જાણો શું કહ્યું?

07/08/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

હિંદુ નિવેદનને લઈને રાહુલ ગાંધીના સમર્થનમાં આવ્યા શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, જાણો શું કહ્યું

Shankaracharya Support Rahul Gandhi: સંસદના વિશેષ સત્ર દરમિયાન કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ હિન્દુત્વને લઈને નિવેદન આપ્યું હતું. જે બાદ ભાજપે હિંદુ સંગઠનો સાથે મળીને તેમની વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો અને દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા.રાહુલ ગાંધીના હિંદુ નિવેદનની ઉગ્ર ટીકા વચ્ચે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી કોંગ્રેસ સાંસદના સમર્થનમાં સામે આવ્યા છે. તેમણે કહ્યું કે ‘અમે રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળ્યું. તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે હિંદુ ધર્મમાં હિંસાને કોઈ સ્થાન નથી.’


શું કહ્યું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે

શું કહ્યું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે

કોંગ્રેસ પાર્ટીએ તેના ઓફીશીયલ X(ટ્વિટર) પેજ પર શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદનો વિડિયો શેર કર્યો છે. જેમાં તેઓ એવું કહી રહ્યા છે કે,

"અમે રાહુલ ગાંધીનું આખું ભાષણ સાંભળ્યું. તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે હિંદુ ધર્મમાં હિંસાને કોઈ સ્થાન નથી. રાહુલ ગાંધી ક્યાંય હિંદુ ધર્મની વિરુદ્ધ વાત નથી કરી રહ્યા. રાહુલ ગાંધીના નિવેદનનો અડધો ભાગ ફેલાવવો એ ગુનો છે. આમ કરવાથી ગુનેગારને સજા થવી જોઈએ.”


વાસ્તવમાં, રાહુલ ગાંધીએ 01 જુલાઈના રોજ લોકસભામાં કહ્યું હતું કે, "જે લોકો પોતાને હિંદુ માને છે તેઓ 24 કલાક હિંસા અને નફરત કરતા રહે છે. તમે લોકો બિલકુલ હિંદુ નથી. હિંદુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે હંમેશા સત્યનાપક્ષે રહેવું જોઈએ."


રાહુલ ગાંધીના આ નિવેદન પર ભાજપના સાંસદોએ ગૃહમાં હંગામો મચાવ્યો હતો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વાંધો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે આ બહુ ગંભીર મુદ્દો છે, સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું ગંભીર છે. જેના વળતા ઉત્તરમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ‘ના, નરેન્દ્ર મોદી એટલે સંપૂર્ણ હિન્દુ સમાજ નહિ, ભાજપ અને આરએસએસ એટલે સંપૂર્ણ હિન્દુ સમાજ નથી થતું. હિન્દુત્વનો ઠેકો એકલી ભાજપ પાર્ટીએ નથી લીધો.’


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top