CWCની બેઠકમાં સોનિયાનો મોદી સરકાર પર પ્રહાર :

CWCની બેઠકમાં સોનિયાનો મોદી સરકાર પર પ્રહાર :

06/23/2020 Politics

SidhiKhabar

SidhiKhabar

CWCની બેઠકમાં સોનિયાનો મોદી સરકાર પર પ્રહાર :

નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની (CWC) બેઠક બોલવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચીન સાથે સરહદી તણાવ અંગે મોદી સરકારની નિતીઓને જવાબદાર ગણાવી છે. CWCની બેઠકમાં કોંગ્રસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું હતું કે આર્થિક સંકટ, કોરોના મહામારી અને ચીન સાથે સરહદ પર તણાવનું મુખ્ય કારણ મોદી સરકારની નીતિઓ છે.

CWCની બેઠકમાં કોણ કોણ રહ્યું હતું હાજર :

CWCની બેઠકમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ, પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. સોનિયા ગાંધીએ મોદી સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે "ભારત આજે આર્થિક સંકટ, કોરોનાની મહામારી અને હવે સીમા પર ચીન સાથે LAC પર વિવાદના કારણે જે મુશ્કેલીમાં ફસાયેલું છે. દરેક સંકટ પાછળનું મૂળ કારણ બીજેપી અને એનડીએ સરકારની નીતિઓ છે."

સોનિયાએ મોદી સરકાર પર સીધો પ્રહાર કરતા કહ્યું હતું કે કાચા તેલમાં ઘડાડો થયો હોવા છતાં સરકારે સતત ૧૭ દિવસોથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારી કરી રહી છે. કોરોના મહામારીની વાત કરતા તેમણે જણાવ્યું કે કેન્દ્રએ સજ્ય સરકારને મદદનું આશ્વસન તો આપી દીધું પરંતુ રાજ્યને એક પણ રૂપિયો આપ્યો નથી. સોનિયાએ મોદી સરકારને આ સંકટ અંગે સલાહ આપતા કહ્યું હતું કે હાલમાં સરકારે ગરીબો અને જુદાજુદા સેક્ટરોમાં મદદ પહોંચાડવી છે. પરંતુ સરકારે આવા સમયમાં નાણાંકીય પેકેજની ઘોષણા કરી હતી જેમાં જીડીપી ગ્રોથ એક ટકા કરતા પણ ઓછો હતો.

 

પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહે મોદી પર સાધ્યું નિશાન :

બીજી તરફ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહે વાતમાં સૂર પૂરતા કહ્યું હતું કે સોનિયાએ કરેલી ટીપ્પણીને હું સમર્થન આપું છું. વધુમાં તેમણે કહ્યું હતું કે કોરોના મહામારી સામે ટક્કર આપવા જે સાહસ અને પ્રયત્નની જરૂર છે તે સાહાસ અને પ્રયત્ન ખરા સાબિત થઇ રહ્યા નથી. ચીન સાથેના સીમા વિવાદ પર તેમણે કહ્યું કે જો ચીન સાથે સીમા વિવાદનો અંત નહિ આવે તો ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.

અગાઉ પણ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર અનેક વાર આકરા પ્રહારો કર્યા હતા. મંગળવારે રાહુલે ટ્વીટ કરીને ચીન મુદ્દે પ્રશ્ન પૂછ્યા હતા જેમાં તેમણે લખ્યું હતું કે ચીની આક્રમણ વિરુદ્ધ આપણે સૌ એકજૂટ ઉભા છીએ. શું ભારતની જમીન પર ચીને ક્બ્જો કર્યો છે? આ સાથે જ રાહુલ ગાંધીએ એક ફોટો પણ શેર કર્યો હતો. આ અગાઉ પૂર્વ પીએમ ડૉ. મનમોહન સિંહે પણ મોદી સરકારને સલાહ આપતા કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ પોતાનો શબ્દોનો પ્રયોગ સમજી વિચારીને કરવો જોઈએ. ભાજપના કાર્યકાળ દરમિયાન ચીની સૈનિકોની ઘુસણખોરી અંગે પણ મોદી સરકાર પર નિશાનો લગાવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top