સૌરવ ગાંગુલીના મતે રોહિત શર્મા આ વર્ષ સુધી કરી શકે છે ભારતીય ટીમ કેપ્ટન્સી, જુઓ વીડિયો

સૌરવ ગાંગુલીના મતે રોહિત શર્મા આ વર્ષ સુધી કરી શકે છે ભારતીય ટીમ કેપ્ટન્સી, જુઓ વીડિયો

12/01/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

સૌરવ ગાંગુલીના મતે રોહિત શર્મા આ વર્ષ સુધી કરી શકે છે ભારતીય ટીમ કેપ્ટન્સી, જુઓ વીડિયો

સતત એવા સમાચાર મળી રહ્યા છે કે આગામી વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડીઝમાં થનારા ICC T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કેપ્ટન્સી રોહિત શર્મા સંભાળશે. રોહિત શર્માએ ICC T20 વર્લ્ડ કપ 2022 બાદ કોઈ T20 ઇન્ટરનેશનલ મેચ રમી નથી. એટલું જ નહીં તે આગામી મહિને દક્ષિણ આફ્રિકામાં થનારી 3 મેચોની T20 ઇન્ટરનેશનલ સીરિઝનો પણ હિસ્સો નથી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ કહ્યું કે, રોહત અને વિરાટ કોહલી બંનેએ વ્હાઇટ બૉલ ક્રિકેટથી બ્રેક માગ્યો હતો, જેના કારણે બંને વન-ડે અને T20 ઇન્ટરનેશનલ સીરિઝ નહીં રમે.


સૌરવ ગાંગુલીએ રોહિતને લઇને શું કહ્યું

સૌરવ ગાંગુલીએ રોહિતને લઇને શું કહ્યું

ભારતીય ટીમનું સ્ક્વોડ સિલેક્શન અને રોહિત શર્માની કેપ્ટન્સીને લઈને પૂર્વ ક્રિકેટર અને BCCI ચીફ સૌરવ ગાંગુલી પોતાના વિચાર રાખ્યા છે. સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ‘હું આશા રાખું છું અને મને એમ લાગે છે કે રોહિત શર્મા ICC T20 વર્લ્ડ કપ 2024 સુધી કેપ્ટન બન્યો રહેશે. અત્યારે ટીમમાં ઘણા ખેલાડી રમી રહ્યા નથી. સૂર્યા T20ની કેપ્ટન્સી કરી રહ્યો છે. કેએલ રાહુલ વન-ડે ટીમનો કેપ્ટન છે, પરંતુ જ્યારે રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં રમવા લાગશે તો તેણે ટીમનો કેપ્ટન રહેવું જોઈએ. રોહિતે વર્લ્ડ કપ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું, તે એક લીડર છે, મને આશા છે અને મારું એમ માનવું છે કે તે T20 વર્લ્ડ કપ સુધી ભારતીય ટીમનો કેપ્ટન રહી શકે છે.


રહાણે અને પૂજારાને લઇને પણ આપી પ્રતિક્રિયા

રહાણે અને પૂજારાને લઇને પણ આપી પ્રતિક્રિયા

રાહુલ દ્રવિડના હેડ કોચનો કોન્ટ્રાક્ટ વધવાને લઈને સૌરવ ગાંગુલીએ કહ્યું કે, BCCIએ રાહુલ દ્રવિડ પર ભરોસો દેખાડ્યો, એ જોઈને હું જરાય આશ્ચર્યચકિત નથી. વાત હંમેશાંથી એ જ હતી કે તેઓ માનશે કે નહીં. આગામી વર્ષે T20 વર્લ્ડ કપ સુધી રાહુલ દ્રવિડનો હેડ કોચ તરીકે કોન્ટ્રાક્ટ વધારી દેવામાં આવ્યો છે, જે ICC વર્લ્ડ કપ 2023 સાથે જ સમાપ્ત થયો હતો. દક્ષિણ આફ્રિકન પ્રવાસ માટે ટેસ્ટ સ્ક્વોડમાં અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને જગ્યા મળી નથી. તેને લઈને સૌરવ ગાંગુલીએ કહ્યું કે, ‘રહાણે અને પૂજારાએ ભારતીય ટીમ માટે ખૂબ સફળતા હાંસલ કરી છે, પરંતુ મને લાગે છે કે સિલેક્ટર્સ ટીમમાં નવા ચહેરા ઈચ્છે છે, એ કંઈક એવું જ છે.  અજિંક્ય રહાણે અને ચેતેશ્વર પૂજારાને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે ટેસ્ટ ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હવે તેમનું ટેસ્ટ કરિયર સમાપ્ત થઈ ગયું છે અને ભારતીય ટીમમાં વાપસી માટે તેમના દરવાજા બંધ થઈ ગયા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top