'સુનામી' સૌથી ખતરનાક કુદરતી આફત છે, ભારતમાં કઈ જગ્યાએ થશે અસર? જાણો તેના આવવાના કારણો

'સુનામી' સૌથી ખતરનાક કુદરતી આફત છે, ભારતમાં કઈ જગ્યાએ થશે અસર? જાણો તેના આવવાના કારણો

01/02/2024 World

SidhiKhabar

SidhiKhabar

'સુનામી' સૌથી ખતરનાક કુદરતી આફત છે, ભારતમાં કઈ જગ્યાએ થશે અસર? જાણો તેના આવવાના કારણો

Tsunami: જાપાનમાં ગઈકાલે નવા વર્ષના પ્રથમ દિવસે જ 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જેમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ હતી અને ઘણા મકાનોને નુકશાન થયું હતું. તેના પછી તરત જ ઈશિકાવામાં સુનામીની ચેતવણી જાહેર કરી હતી. 5 મીટર ઊંચા મોજાં ઉછળવાની શક્યતા હોવાથી સુનામીની ચેતવણીને પગલે જાપાની જાહેર પ્રસારણકર્તા NHKએ લોકોને દરિયાકાંઠાના વિસ્તારો છોડીને ઈમારતો અથવા ઊંચા મેદાનો પર જવાનું જણાવ્યું હતું. 


સૌથી ખતરનાક કુદરતી આપતિ

સૌથી ખતરનાક કુદરતી આપતિ

કુદરતી આફતોમાં સુનામીને સૌથી ખતરનાક માનવામાં આવે છે. સુનામી શબ્દ તુસ એટલે કે બંદર કે કિનારો અને નામી એટલે તરંગ શબ્દથી બનેલો છે. આ અક્ષર T સાઈલન્ટ છે. સુનામીના સૌથી મોટા કારણોમાં દરિયાની અંદરનો ભૂકંપ, જ્વાળામુખી ફાટવો, વિસ્ફોટ કે ભૂસ્ખલન માનવામાં આવે છે. આ સમુદ્રના તળ પર વિશાળ હિલચાલ બનાવે છે. 



'રિંગ ઓફ ફાયર'

ધરતીકંપ, જ્વાળામુખી ફાટવા, વિસ્ફોટ કે ભૂસ્ખલનને કારણે સમુદ્રના તળ પર મોટા પાયે હિલચાલ થાય છે, ત્યારે કંપન 500 કિમી/કલાકની ઝડપે તરંગો ઉત્પન્ન કરે છે. જયારે આ તરંગ પછી દરિયા તરફ જાય છે ત્યારે તેની ઝડપ ઓછી હોય છે, પરંતુ ઉંચાઈ ખુબ જ વધારે હોય છે. વિશ્વની 80 ટકા સુનામી પ્રશાંત મહાસાગરના 'રિંગ ઓફ ફાયર' ઝોનમાં થાય છે. ભૂકંપની જેમ સુનામી વિષે વૈજ્ઞાનિકોને અગાઉથી જાણકારી મળી શક્તી નથી.  


ભારતમાં સુનામીની આશંકા ઘરાવતા વિસ્તાર

ભારતમાં સુનામીની આશંકા ઘરાવતા વિસ્તાર

ભારત સરકાર દ્વારા દેશના પૂર્વ કિનારે સુનામીની સંભાવના ધરાવતા વિસ્તારોની યાદી તૈયાર કરી છે.પુરી, કાકીનાડા, મછલીપટ્ટનમ, નિઝામપટ્ટનમ-વેતાપલમ, ચેન્નાઈ, કુડ્ડલોર-પુડુચેરી, રામેશ્વરમ, અલપ્પુઝા-ચાવારા અને કોચીનો સમાવેશ થાય છે. ચેન્નાઈમાં 26 ડિસેમ્બર 2004ના રોજ સુનામી આવી હતી, જે ભારતમાં નોંધાયેલી સૌથી ઝડપી સુનામી હતી. તેના મોજા 17.30 મીટરની ઉંચાઈએ પહોંચ્યા હતા. આ સુનામીની સૌથી વધુ અસર ચેન્નાઈમાં જોવા મળી હતી. આ ઉપરાંત કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પુડુચેરી, ઓડિશામાં આ સુનામીની અસર જોવા મળી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top