લાલુ યાદવે તેજ પ્રતાપને પાર્ટીમાંથી કેમ કાઢી મૂક્યા? રાબડી દેવીના ભાઈએ કર્યો ચોંકાવનારો દાવો
Lalu Yadav Expelled Tej Pratap: તેજ પ્રતાપ યાદવે શનિવારે અનુષ્કા યાદવ નામની ગર્લફ્રેન્ડ સાથેની એક તસવીર શેર કરીને પોતાના સંબંધની જાહેરાત કરી હતી, જેનાથી RJDમાં ખળભળાટ મચી ગયો હતો. લાલુ યાદવે તેજ પ્રતાપ સામે કડક કાર્યવાહી કરી અને તેમને પાર્ટી અને પરિવારમાંથી બહારનો રસ્તો બતાવી દીધો. હવે, લાલુ પરિવારના આ નિર્ણય પર તેજ પ્રતાપ યાદવના મામા સુભાષ યાદવની પણ પ્રતિક્રિયા આવી છે અને તેમણે લાલુ પરિવાર પર પ્રહારો કરતા કહ્યું છે કે તેઓ એ બંને પુત્રીઓ સાથે છે, જેમને લાલુ યાદવ પરિવાર દ્વારા અન્યાય કરવામાં આવ્યો છે.
સુભાષ યાદવે એક સમાચાર એજન્સી સાથે વાત કરતા કહ્યું કે, ‘લાલુજીએ આ નિર્ણય કોઈના દબાણમાં લીધો છે. રાષ્ટ્રીય અધ્યક્ષ તેજ પ્રતાપ યાદવને પાર્ટીમાંથી કાઢી શકાય છે પરંતુ તેમને પરિવારમાંથી હાંકી કાઢવા માટે કોર્ટમાં જવું પડશે. કોર્ટ વિના આમ કરવું યોગ્ય નહીં હોય. એવું લાગે છે કે આ બિહારની ભોળીભાલી જનતાને ગેરમાર્ગે દોરવા માટે કરવામાં આવ્યું છે.
તેજ પ્રતાપ યાદવના મામા સુભાષ યાદવે કહ્યું કે, ‘આકાશ યાદવ જ્યારે પટના યુનિવર્સિટીના વિદ્યાર્થી RJDના પ્રમુખ હતા, એ સમયથી આ સંબંધ છે જેને આજે 12 વર્ષના સંબંધ બતાવી રહ્યા છે, તે ખરેખર એ સમયનો છે. લગ્ન પણ પરિવારે પોતાની ઇચ્છા મુજબ કરાવ્યા કેમ કે એ સમયે પણ તેજ પ્રતાપ યાદવ લગ્ન કરવા માગતા નહોતા. છતા પરિવારના સભ્યોએ લગ્ન કરાવ્યા, ત્યારબાદ આ બધું થઈ રહ્યું છે.
તેમણે કહ્યું કે, તેમને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે જેથી પરિવારનો જીવ બચાવી શકાય, પરંતુ ક્યાંથી જીવ બચશે? જ્યારે પહેલી છોકરી (ઐશ્વર્યા) કેસ કરશે કે બીજી છોકરી કરશે, તો પરિવારના સભ્યો ફસાશે. 2 છોકરીઓના જીવન સાથે રમત રમવી એ બિહાર માટે એક મોટો ચૂંટણી મુદ્દો છે, લાલુ, તેજસ્વી, રાબડી તેમાં ફસાઈ જશે.
સુભાષ યાદવે કહ્યું કે, ‘યાદવ પરિવાર આ રીતે 2 છોકરીઓ સાથે અન્યાય કરશે અને લાલુ-રાબડી બેઠા-બેઠા તમાશો જોઈ રહ્યા છે. યાદવ પરિવાર છોકરીઓને બદનામ કરવાનું કાવતરું ઘડી રહ્યો છે. શું આ પ્રકારે કોઈ પરિવારમાં થાય છે? બીજી તરફ, લાલુ પરિવાર સાથેની વાતચીત અંગે, તેજ પ્રતાપના મામા સુભાષ યાદવે કહ્યું કે, કોઈ વાતચીત નથી થતી, હું તેમની સાથે કેમ રહું, હું એ 2 છોકરીઓ સાથે છું જેમની સાથે અન્યાય થયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp