"બોબ કટ અને લિપસ્ટિક વાળી મહિલાઓ..." મહિલા અનામત બિલ અંગે બોલવું RJD નેતાને પડ્યું ભારે, ભાજપે

"બોબ કટ અને લિપસ્ટિક વાળી મહિલાઓ..." મહિલા અનામત બિલ અંગે બોલવું RJD નેતાને પડ્યું ભારે, ભાજપે કર્યા વળતા પ્રહાર

09/30/2023 Politics

SidhiKhabar

SidhiKhabar

મહિલા અનામત બિલ અંગે લાલુ યાદવ  ની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ ના વરિષ્ઠ નેતા અબ્દુલ બારી સિદ્દીકી એ વિવાદિત નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદથી રાજકારણ ગરમાયું છે.


શું બોલ્યા સિદ્દીકી?

બિહારના મુજફ્ફરપુરમાં જાગૃકતા સંમેલનને સંબોધતા તેમણે કહ્યું કે મહિલા અનામતમાં અતિ પછાત, પછાત અને અન્ય લોકોનો પણ ક્વૉટા નક્કી કરી દો તો સારું રહેશે નહીંતર મહિલાના નામે પાઉડર, લિપસ્ટિક અને બોબ કટવાળી મહિલાઓ આવી જશે નોકરીઓમાં, તો શું તમારી મહિલાઓને હક મળશે?  સિદ્દીકીએ આગળ કહ્યું કે દેશમાં મહિલાઓને રિઝર્વેશન જાતિ, પછાત, અતિ પછાતના આધારે મળવું જોઈએ.



ભાજપે કર્યા વળતા પ્રહાર

રાજદ નેતા સિદ્દીકી આ નિવેદનને કારણે ચોતરફી ટીકાઓનો સામનો કરી રહ્યા છે. ભાજપના નેતા કૌશલ કિશોરે કહ્યું કે આ નીચલી કક્ષાની માનસિકતાનું ઉદાહરણ છે. ચૂંટણી જીતીને સંસદ પહોંચનાર મહિલાઓ ન ફક્ત મહિલાઓના અધિકારો પણ પ્રજા તથા દરેક સામાન્ય વ્યક્તિના અધિકારોને આગળ રાખે છે. ગાડીના બે પૈડાની જેમ સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓ અને પુરુષો સાથે મળીને કાયદો બનાવવા કામ કરશે.



સિદ્દીકીએ પછી માફી માંગી

ચોતરફી ટીકાઓ સહન કર્યા બાદ ખેદ વ્યક્ત કરતાં સિદ્દીકીએ કહ્યું કે ગામડામાં સેંકડો મહિલાઓ રેલીમાં સામેલ થઈ હતી. તેમને સમજાવવા માટે આ ભાષાનો પ્રયોગ કર્યો હતો. મારો ઉદ્દેશ્ય કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો. જો કોઇને મારી ભાષાને ઠેસ પહોંચી હોય તો હું માફી માગું છું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top