વિશ્વના ફેમસ અંતરિક્ષ યાત્રીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ..! વિમાન ક્રેશનું ડરામણું દૃશ્ય કેમેરા

વિશ્વના ફેમસ અંતરિક્ષ યાત્રીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ..! વિમાન ક્રેશનું ડરામણું દૃશ્ય કેમેરામાં કેદ, જુઓ વિડિઓ

06/08/2024 World

SidhiKhabar

SidhiKhabar

વિશ્વના ફેમસ અંતરિક્ષ યાત્રીનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ..! વિમાન ક્રેશનું ડરામણું દૃશ્ય કેમેરા

William Anders : વિશ્વના ફેમસ અંતરિક્ષ યાત્રી વિલિયમ એન્ડર્સ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. ઉડાન ભરતાં જ વિમાનનું બેલેન્સ બગડ્યું અને વિમાન પલટીઓ ખાતાં સમુદ્રમાં પડી ગયું. વિમાનમાં ધડાકા સાથે બ્લાસ્ટ પણ થયો. 90 વર્ષના રિટાયર્ડ મેજર જનરલ વિલિયમ એન્ડર્સ અપોલો 8ના પૂર્વ અંતરિક્ષ યાત્રી હતા અને દુર્ઘટનાના સમયે વિન્ટેજ એર ફોર્સ T-34 મેન્ટરને એકલા ઉડાવી રહ્યાં હતાં. વિલિયમના પુત્ર રિટાયર્ડ વાયુ સેના લેફ્ટનન્ટ કર્નલ ગ્રેગ એન્ડર્સે દુર્ઘટનાની પુષ્ટિ કરી અને તેના પિતાનું મોત થયાની પણ પુષ્ટિ કરી. દુર્ઘટના સેન જુઆન દ્વીપ પર જોન્સ દ્વીપના ઉત્તરમાં થઈ. સેન જુઆન કાઉન્ટીના શેરિફ એરિક પીટરે જણાવ્યું કે વિમાન દુર્ઘટના ભારતીય સમયાનુસાર ગઈ કાલે સવારે લગભગ 11 વાગે થઈ.


ચાહકોએ પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી

ચાહકોએ પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી

રિપોર્ટ અનુસાર વિમાન દુર્ઘટનામાં વિલિયમનું મોત થવાથી અંતરિક્ષ યાત્રીઓમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિલિયમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. એક યૂઝરે વિલિયમની તસવીર શેર કરીને લખ્યું કે અપોલો-8 ના અંતરિક્ષ યાત્રી વિલિયમ એન્ડર્સને ભગવાન શાંતિ આપે. એક અન્ય યૂઝરે લખ્યું કે વિલિયમ પરિવાર પ્રત્યે સંવેદનાઓ. એક અન્ય યૂઝરે લખ્યું કે જેણે લોકોને દુનિયાના દર્શન કરાવ્યા, તેને આજે આપણે ગુમાવ્યા, ભગવાન તેમની આત્માને શાંતિ આપે. એક યૂઝરે લખ્યું કે તેમના દ્વારા ખેંચવામાં આવેલી પૃથ્વીની સુંદર તસવીર તેમને આ દુનિયામાં જીવિત રાખશે.


View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)


પૃથ્વીની સુંદર તસવીર ખેંચી હતી

પૃથ્વીની સુંદર તસવીર ખેંચી હતી

રિટાયર્ડ મેજર જનરલ વિલિયમ એન્ડર્સે 24 ડિસેમ્બર 1968એ પૃથ્વીની પહેલી સુંદર તસવીર ક્લિક કરી હતી. છાયાદાર વાદળી સંગેમરમર જેવી દેખાતી પૃથ્વીની પહેલી 'અર્થરાઈઝ' દુનિયાને બતાવી હતી. વિલિયમ 17 ઓક્ટોબર 1993એ હોંગકોંગમાં જન્મ્યા હતા. 1964માં નાસાના અંતરિક્ષ કાર્યક્રમ માટે તેમનું સિલેક્શન થયું. વિલિયમ એન્ડર્સ અમેરિકી નૌસેનામાં કાર્યરત હતા. એરફોર્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાં પણ તેમણે કામ કર્યું. તેમણે જેમિની XI અને અપોલો 11 અંતરિક્ષ પ્રોજેક્ટમાં બેકઅપ પાયલટ તરીકે કામ કર્યું. અપોલો 8 પ્રોજેક્ટમાં 6000 કલાકથી વધુ સ્પેસમાં રહેવાનો રેકોર્ડ તેના નામે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top