મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં મચ્યો ખળભળાટ, યશસ્વી જયસ્વાલે કર્યો મોટો ખુલાસો! જાણો

મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં મચ્યો ખળભળાટ, યશસ્વી જયસ્વાલે કર્યો મોટો ખુલાસો! જાણો

11/27/2023 Sports

SidhiKhabar

SidhiKhabar

મેચ બાદ ડ્રેસિંગ રૂમમાં મચ્યો ખળભળાટ, યશસ્વી જયસ્વાલે કર્યો મોટો ખુલાસો! જાણો

યશસ્વી જયસ્વાલે ઓસ્ટ્રેલિયા સામેની બીજી T20માં શાનદાર અડધી સદી ફટકારી હતી. જયસ્વાલે 25 બોલમાં 9 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 53 રન બનાવ્યા હતા. તેનો બેટિંગ સ્ટ્રાઈક રેટ 212 હતો. જયસ્વાલ પાવરપ્લેમાં T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે અડધી સદી ફટકારનાર ત્રીજો ખેલાડી બન્યો છે સાથે વિરાટ કોહલીના ખાસ રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.

વિશાખાપટ્ટનમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી પહેલી ટી 20 સિરીઝમાં યશસ્વી જયસ્વાલ ક્રિઝ પર આવતાની સાથે પેવેલિયન પરત ફર્યો હતો. તેમણે 8 બોલમાં 2 સિક્સની મદદથી 21 રનની ઈનિગ્સ રમી હતી. બીજી સિરીઝમાં પણ જીત મેળવી લીધી છે. આ સાથે ભારતીય ટીમે 5 મેચની સિરીઝમાં 2-0થી લીડ મેળવી લીધી છે. લોકો કહી રહ્યા હતા કે,ડ્રેસિંગ રુમનું વાતાવરણ ચોક્કસ ખરાબ થયું હશે પરંતુ શું થયો તે વાતનો ખુલાસો ખેલાડીએ કર્યો છે.


યશસ્વીએ ઋતુરાજ ગાયકવાડ પાસે માફી માંગી

યશસ્વીએ ઋતુરાજ ગાયકવાડ પાસે માફી માંગી

બીજી સિરીઝમાં પ્લેયર ઓફ ધ મેચ યશસ્વીએ મેચ બાદ મોટો ખુલાસો કર્યો છે. તેમણે તેણે ઋતુરાજ ગાયકવાડ પાસે માફી માંગી હતી. પહેલા મેચમાં યશસ્વી તો 21 રન બનાવીને આઉટ થયો હતો પરંતુ આ દરમિયાન એક રન લેવાના ચક્કરમાં ઋતુરાજ ગાયકવાડ રન આઉટ થઈ ગયો હતો.

પ્લેયર ઓફ ધ મેચ બન્યા બાદ યશસ્વીએ પોતાની ભૂલ સ્વીકારી હતી. અને ઋતુરાજ ગાયકવાડને સોરી કહ્યું. વિશાખાપટ્ટનમમાં રમાયેલી પ્રથમ T20 મેચમાં યશસ્વી જયસ્વાલે એક શોટ રમ્યો અને બે રનમાં ઝડપથી દોડી ગયો.

પ્રથમ રન પૂરો કર્યા પછી, તેણે આત્મવિશ્વાસપૂર્વક રુતુરાજને બીજા રન માટે બોલાવ્યો અને લગભગ અડધે સુધી પહોંચી ગયો. રુતુરાજે પણ તેના કોલ પર વિશ્વાસ કર્યો અને અડધી પીચ પર આવી ગયો, પરંતુ તે પછી જયસ્વાલને લાગ્યું કે તે રન પૂરો કરી શકશે નહીં, તેથી તે પાછો ફર્યો, અને રુતુરાજને સ્ટ્રાઈકરના છેડે પાછા ફરવાની કોઈ તક ન હતી. અને તે રન આઉટ થયો હતો અને એક પણ બોલ રમ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top